સ્પેશિયલ ઇલેક્શન વૉર રૂમનો નવો ટ્રેન્ડ

ભાજપ અને કોંગ્રેસે પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા પ્રદેશ કાર્યાલય નહીં પણ સ્પેશિયલ ઇલેકશન વોર રૂમ બનાવવાનો નવો હાઇટેક ટ્રેન્ડ પ્રચાર માટે અપનાવ્યો છે. અન્ય પક્ષો કરતાં અલગ કરવું અને ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા બાબતે ભાજપ આગળ રહ્યું છે ત્યારે અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે પક્ષે પ્રદેશ કાર્યાલય છોડીને અતિઆધુનિક હવે સ્પેશિયલ મીડિયા સેન્ટર વોર રૂમ બનાવ્યા છે, જે તમામ સગવડોથી ભરપૂર છે.

વીઆઇપી લોન્જ, ટીવી રૂમ, ઓફિસ, પ્રેસરૂમ, ‌મીડિયા લોન્જ, અનેક બાઉન્સર મીડિયા સેન્ટર પર તહેનાત કરાયા છે, જે મીડિયા લોન્જ અને પ્રેસરૂમ સિવાય આઇટી રૂમ તરફ જતાં કોઇનેય પણ અટકાવી દેશે. વૉર રૂમમાં સિલેક્ટેડ લોકોને જ પ્રવેશ મળે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટથી લડી રહ્યા છે ત્યાં પણ અદ્યતન સગવડોની ભરપૂર પ્રચાર માટેનો ઇલેક્શન વોર રૂમ બનાવાયો છે.

You might also like