સ્પેશ્યિલ કોર્ટે આતંકી અબ્દુલ સુભાન તૌકિરના 20 દિવસના કર્યાં રિમાન્ડ મંજૂર

વર્ષ 2008 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનાં આરોપી અબ્દુલ શુભાન કુરેશી ઉર્ફે તૌકીરના સાબરમતી સેન્ટ્રલ જેલની કોર્ટે ૨૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જેમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ૩૦ દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી આરોપી આટલા સમયથી ક્યાં અને કોના સંપર્કમાં હતો જેવી તમામ બાબતોની પુછપરછ કરવા માટે કોર્ટ પાસે રિમાન્ડ મેળવાયા હતા.

મહત્વનું છે કે અબ્દુલ સુભાન કુરેશી ઉર્ફે તૌકીર ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે સંકળાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. તૌકીર ઇન્ડિયન મુઝાહિદ્દીન સાથે સંકળાયેલો છે. તેને ભારતનો બિન લાદેન પણ કહેવામાં આવે છે અને તે બોમ્બ બનાવવાનો એક્સપર્ટ ગણાય છે.

સુરક્ષા એજન્સીઓને 11 જુલાઈ, 2006માં થયેલા મુંબઈના ટ્રેન બ્લાસ્ટ કેસમાં તેની તલાશ હતી. આ સિવાય દિલ્હી, બેંગ્લુરુ અને અમદાવાદમાં થયેલા બ્લાસ્ટમાં પણ તેનો હાથ હોવાનો પુરાવો મળ્યો છે.

You might also like