આતંક વિરુદ્ધ CRPF ના સ્પેશિયલ 500 કમાન્ડો તૈયાર

નવી દિલ્હી: કાશ્મીર ઘાટીઓમાં હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ જ્યાં સુરક્ષા દળ મોટા મોટા ઓપરેશન કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ સ્થાનિક લોકો ના સમર્થનથી આતંકી સુરક્ષા બળો પર હેન્ડ ગ્રેન્ડેડ અને એકે 47 જેવા હથિયારોથી હુમલો કરી રહ્યા છે. એને નિપટવા માટે CRPF એ કાશ્મીરમાં તૈનાત પોતાની બધી કંપનીઓથી કમાન્ડોઝનું એક એક ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે. આ કમાન્ડોઝને જલ્દીથી કાશ્મીર ઘાટી મોકલવામાં આવશે.

સ્પેશિયલ કમાન્ડોઝની જરૂરીયાત એટલા માટે છે કારણ કે આતંકી કાશ્મીર ઘાટીમાં સ્થાનિક લોકોને ઢાલ બનાવીને સુરક્ષા દલો પર હુમલો કરી રહ્યા છે. આવું પહેલી વખત કરવામાં આવી રહ્યું છે જ્યારે કમાન્ડોઝને આતંકીઓ સાથે બદલો લેવા માટે અલગ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

આતંકીઓ ઘમાં છુપાયેલા હોય કે જંગલોમાં કાશ્મીરમાં તૈનાત થવા જઇ રહેલા ખાસ કમાન્ડો પોતાનો જીવ જોખમમાં નાંખીને આતંકીઓને ઠેકાણે લગાડશે. CRPF ના જવાનો દોરડાના સહારાથી 50 ફીટ ઊંચાઇથી ઊતરી શકે છે, સ્પાઇડર મેનની જેમ દિવાલ પર ચઢી શકે છે.

ઉડી હુમલા બાદ કાશ્મીરના દરેક કેમ્પ પર હવે થર્મલ ઇણેજ દ્વારા પૂરી રાત નજર રાખવામાં આવે છે. કાશ્મીર જવા માટે તૈયાર પાંચસો CRPF ના કમાન્ડોઝને ખાસ રીતે ફાયરિંગ અને ગ્રેનેડ ફેંકવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. CRPF ના કમાન્ડો ટ્રેનિંગ સ્કૂલમાં માત્ર એ જવાનો જ ટકી શકે છે, જે દરરોજ 40 કિલોમીટર સુધી ચાલી શકે, 16 કિલોમીટર સુધી દોડી શકે અને જે જંગલોમાં 5 6 દિવસ સુધી ખાધા પીધા વગર રહી શકે.

http://sambhaavnews.com/

You might also like