રાહુલના ચેલેન્જ પર કર્ણાટકમાં PM મોદીએ કહ્યું, તેઓ 15 મિનિટ બોલી શકે એ મોટી વાત

કર્ણાટકની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. બધા પક્ષો ચૂંટણી જીતવા પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે કર્ણાટકના ચૂંટણી રણમેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારાજનગરમાં પ્રથમ સભાને સંબોધન કર્યું હતું.

ચામરાજનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કન્નડભાષાથી કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીથી કર્ણાટકની ચૂંટણીની જાહેરાત થતાં જ ભાજપની લહેર ચાલવા લાગી છે. આજે મારી પ્રથમ સભા છે અને એવું લાગી રહ્યું છે કે કર્ણાટકમાં ભાજપની આંધી ચાલી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે મજદૂર દિવસ છે અને મહેનત કરનારા લોકોએ જ આ દેશ બનાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 28 એપ્રિલની તારીખ દેશના ઇતિહાસમાં નોંધ કરવામાં આવી છે, કારણે હવે દેશના દરેક ગામમાં વીજળી પહોંચી ગઇ છે. પીએમએ કહ્યું કે જે 18000 ગામોમાં વીજળી નહોતી ત્યાં પણ પહોંચાડી દેવામાં આવી છે.

પીએમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે આપણા કોંગ્રેસના નવા અધ્યક્ષ અતિઉત્સાહમાં ક્યારેક-ક્યારેક મર્યાદા પણ તોડી નાંખે છે. જો તેમના નિવેદનમાં મજદૂરો માટે સારા શબ્દો નિકળતા તો ઘણુ સારુ હોત. પીએમએ કહ્યું કે હવે અમારું નવુ લક્ષ્ય દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું છે.

You might also like