ફુગ્ગામાં બેસાડી ચીની કંપની લોકોને અંતરિક્ષયાત્રા કરાવશે

બિજિંગમાં અાવેલી જેએચવાય સ્પેસ ટેક્નોલોજી નામની કંપનીએ અંતરિક્ષમાં જવા માટે તંદન અનોખું સ્પેશ પેરાશૂટ તૈયાર કર્યું છે. અા અનોખો શૂટ લોકોને હાઈટેક ફુગ્ગામાં બેસાડીને અંતરિક્ષની સફર કરાવશે. ત્યારબાદ પેરાશૂટની મદદથી વ્યક્તિ પૃથ્વી પર પરત અાવશે. અા શૂટમાં રડાર, સ્પેસ ગ્રાઉન્ડ, કોમિનિકેશન સિસ્ટમ, ઈમેજ ટ્રાન્સમિશન સિસ્ટમ જેવા ગેઝેટ ફિટ કરેલા હશે. અા ફુગ્ગામાં બેસીને અંતરિક્ષની યાત્રા કરવા માટે એન્જિનિયર પણ તૈયાર હશે. જો કે તે માટે બાવન લાખનો ખર્ચ થશે.

You might also like