ચીનનાં રોકેટની અસફળતા, ભારત માટે વધતી તકો : વિશેષજ્ઞ

બીજિંગ : ભારે ઉપગ્રહોને પ્ર7ક્ષેપિત કરનાર ચીનનાં બીજા સૌથી ભારે રોકેટની અસફલ લોન્ચિંગ ભારત માટે એક તક બનીને સામે આવી શકે છે. આ રોકેટની નિષ્ફળતાથી ચીન અત્યાર સુધી અસફળ સ્પેસ પ્રોગ્રામને ઝટકો લાગી શકે છે. આ અસફળતાનો લાભ ભારતને મળી શકે છે. અને નવી દિલ્હી સ્પેસ રેન્કિંગમાં ચીનથી ઉપર પહોંચી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે લોન્ગ માર્ચ -5 સીરીઝનાં રોકેટનાં અસફલ પરિક્ષણનાં કારણે હવે ચીનનો ચંદ્રમાથી નમૂનો લાવવાની યોજનામાં સમય લાગી શકે છે.

યુએસ નેવલ વોર કોલેજમાં ચીની સ્પેસ કાર્યક્રમમાં એક વિશેષજ્ઞ જોન જોનસન ફ્રીસીએ એક ઇમેલઇલમાં જણાવ્યું કે ચીન પોતાનાં સ્પેસ કાર્યક્રમનાં મુદ્દે ખુબ જ દુરોગામી વિચારસરણી ધરાવે છે. તે આ પ્રકારનાં અસફળ લોન્ચિંગથી બચવાનાં સંપુર્ણ પ્રયાસ કરે છે. જો કે તેને ખ્યાલ છે કે એવું ક્યારેક તો થશે. ક્યારેક અસફળતા તો મળે જ છે.

You might also like