સ્પેસ માર્કે‌ટિંગ દ્વારા ભારતનો ‘કમાઉ પુત્ર’ બન્યું ઈસરો

નવી દિલ્હી: ચંદ્ર પર પાણીની શોધ કરવામાં સફળતા મેળવ્યા બાદ ઇસરો ફરી એક વાર ચંદ્રની સાથેસાથે સૂરજ તરફ પણ અાગળ વધ્યું છે. અહીં માનવવસ્તીની શક્યતાઅો શોધવાની સાથેસાથે ઇસરો ૨૦૧૭માં ચંદ્રયાન-૨ સેટેલાઈટને ચંદ્ર પર મોકલશે તો બીજી તરફ તેની યોજના વર્ષ ૨૦૧૯માં સોલર મિશન હેઠળ અાદિત્ય-૧ સૂરજ પર પણ છલાંગ લગાવવાની છે. તેની વચ્ચે ઇસરોઅે ભારતને દુનિયાની મહાસત્તા બનાવીને પોતાની પ્રતિભા પહેલાં જ સાબિત કરી દીધી છે. હવે ઇસરો દેશનો કમાઉ પુત્ર પણ સાબિત થઈ રહ્યું છે.

સંસ્થાઅે છેલ્લા દોઢ વર્ષમાં સ્પેસ માર્કે‌ટિંગમાં ૧.૫ કરોડ ડોલર અને ૮ કરોડ યુરોની કમાણી કરી છે. અા ક્રમમાં સિંગાપોરમાં છ સેટેલાઈટ લોન્ચ કરવા બદલ ઇસરોને ૨.૬૦ કરોડ રૂપિયા મળ્યા છે. સ્પેસ માર્કે‌ટિંગમાં ખૂબ જ ઝડપથી અાગળ વધી રહેલા ઇસરોને કેટલાયે અન્ય દેશોના સેટેલાઈટ લોન્ચ કરવાની અોફર પણ મળી છે.

વડા પ્રધાન કાર્યાલયમાં રાજ્ય પ્રધાન જિતેન્દ્રસિંહનો દાવો છે કે અા સંસ્થા ભવિષ્યમાં વડા પ્રધાનના મેક ઇન ઇન્ડિયા અભિયાનને હકીકતમાં બદલવામાં એક મોટી ભૂમિકા ભજવશે. લોકસભામાં રાજ્ય પ્રધાન સિંહે જણાવ્યું કે તેમાં કોઈ શક્યતા નથી કે ઇસરોઅે ભારતને સ્પેસ રિસર્ચના ક્ષેત્રમાં મહાશક્તિ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે પહેલાં અમે ચંદ્ર પર પાણી શોધ્યું હવે ચંદ્રયાન-૨ દ્વારા ચંદ્ર પર માનવવસ્તી વસાવવાની શક્યતાઅો શોધવામાં અાવી રહી છે.

You might also like