સ્પેસમાં ભારતની કમાલઃ USના પડકારને સ્વીકારી લીધો

નવી દિલ્હી: ૨૫ વર્ષ પહેલાં ૧૯૯૨માં સ્પેસમાં ભારતની ગતિને અટકાવવા અમેરિકાએ મોટી ચાલ ચાલી હતી. પરંતુ હવે ભારતે અમેરિકાના આ પડકારને સ્વીકારીને ક્રાયોજેનિક ટેકનિક અપનાવવા નિર્ણય કર્યો છે. તેનાથી અમેરિકા અત્યાર સુધી ભારત સામે દબાણ કરવા પ્રયાસ કરતું હતું. તેની સામે ભારતે પણ અમેરિકાને ભારતને હળવાશથી નહિ લેવા ચેત‍વણી આપી છે. અમેરિકાએ લગભગ ૧.૫ બિલિયન ડોલરના નિસાર પ્રોજેકટ અંગે ઈસરો સાથે મળીને આગળ વધવા નિર્ણય કર્યો છે.

આ પ્રોજેકટમાં બે ફ્રિકવન્સીની રડાર પ્રણાલી, ૧૩ સેન્ટીમીટરની એસ બેન્ડ એસએઆર અને ૨૪ સેમીને એલ બેન્ડ એસએઆર હશે. એસ બેન્ડ એસએઆરને ઈસરો અને એલ બેન્ડ એસએઆરને નાસા બનાવી રહ્યું છે. ડેટા માટે ઉચ્ચ ગુણવતાના સંચારનું ઉપતંત્ર, જીપીએસ રિસિવર સોલિડ સ્ટેટ રેર્કોડર, પેલોડ ડેટા ઉપતંત્ર નાસા ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત ઈસરો નિસારનું મોડલ નક્કી કરશે. જિયોસિનક્રોન્સ સેટેલાઈટ લોન્ચ વિહિકલ અને પ્રક્ષેપણ સાથે સંકળાયેલી અન્ય સેવાઓ પણ પૂરી પાડશે. ૧૯૮૮થી ૨૦૧૭ સુધી ભારત ૨૨ રિમોટ સેંન્સિંગ ઉપગ્રહ લોન્ચ કરી ચુક્યું છે.

જેમાં એક દુર્ઘટનામાં શિકાર થઈ ગયો હતો. હાલ ૧૩ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ ભારતની સેવામાં છે. નિસારની ઉન્નત રડાર પ્રણાલી એસએઆર દ્વારા પૃથ્વીની વિસ્તૃત અને સાફ રડાર તસવીર મળતી થઈ જશે. પૃથ્વી પર થતી પ્રાકૃતિક ઘટનાઓ જેવી કે ભૂકંપ, સુનામી, ચક્રવાત અને જવાળામુખી તેમજ ભૂસ્ખલન અંગે વધુ સારી જાણકારી મેળવી શકાશે. ત્યારે હવે ભારતે પણ આ અંગે જીએસએલવી નાસા-ઈસરોના સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવાની તૈયારી કરી લઈને અમેરિકાના આ પડકારને સ્વીકારી લીધો છે.
http://sambhaavnews.com/

You might also like