અંતરિક્ષમાં ઊગ્યું પહેલું ફૂલ

અમેરિકન અંતરિક્ષ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ નાસાના એસ્ટ્રોનોટ સ્કોટ કેલીએ તાજેતરમાં એક ફૂલનો ફોટોગ્રાફ ટ્વિટર પર તરતો મૂક્યો છે. જીનીઅા નામના અા કેસરી રંગના અા અાકર્ષક ફૂલની ખાસિયત એ છે કે તે પૃથ્વીની બહાર અંતરિક્ષમાં ઉગેલું સૌપ્રથમ ફૂલ છે. મૂળ અમેરિકામાં થતાં અા ફૂલનો ફોટો મૂકીને એસ્ટ્રોનોટે લખ્યું છે કે હવે અંતરિક્ષમાં જીવન શક્ય છે તે વાત સાબિત થઈ છે. અા ફૂલને નહીવત ગુરુત્વાકર્ષણબળ ધરાવતા વાતાવરણમાં વનસ્પતિ કેવી રીતે ઉગે તે જાણવાના પ્રયોગરૂપે ઉગાડવામાં અાવ્યું હતું. અા ફૂલે અંતરિક્ષમાં ઉગેલા સૌપ્રથમ ફૂલ તરીકે ઈતિહાસમાં સ્થાન મેળવી લીધું છે.

You might also like