મુસ્લિમ મતદારો યુપીની ચૂંટણીમાં સપાને પાઠ ભણાવેઃ શાહી ઈમામ

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી (સપા)માં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતદારોને સમાજવાદી પાર્ટી અને તેના નેતાઓ વિશે વિચારવાનું બંધ કરી દેવા જણાવ્યું છે. શાહી ઈમામ બુખારીએ જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મુસ્લિમ મતદારોએ હવે સમાજવાદી પાર્ટીને સબક શિખવાડવો જોઈએ. કોઈ નવો વિકલ્પ શોધી કાઢવો જોઈએ. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર સમાજવાદી પાર્ટીનું ખુલ્લેઆમ સમર્થન કરનાર અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં મુલાયમસિંહ યાદવ સાથે મંચ શેર કરનાર શાહી ઈમામ બુખારીએ જણાવ્યું હતું કે સપાએ મુસ્લિમો સાથે વિશ્વાસઘાત કર્યો છે અને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભાજપનું સમર્થન કર્યું હતું.

એ વખતે મુલાયમસિંહ પરિવારમાંથી માત્ર પાંચ જ સાંસદો લોકસભામાં મોકલવામાં આવ્યા હતા. શાહી ઈમામ બુખારીએ જણાવ્યું હતું કે મુસ્લિમોને દગો આપનાર સમાજવાદી પાર્ટીને આગામી વિધાનસભા ચૂંટણીમાં પાઠ ભણાવવો જોઈએ. સમુદાયે હવે નવો વિકલ્પ શોધવાે જોઈએ કે જેથી કોઈ પણ નેતા તેમને આગામી સમયમાં હળવાશથી ન લે.
સમાજવાદી પાર્ટી પર આક્ષેપ કરતાં શાહી ઈમામ બુખારીએ જણાવ્યું હતું કે સપાએ પોતાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન મુસ્લિમો માટે કંઈ કર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મુલાયમસિંહે મારો ટેકો માગ્યો હતો અને મુસ્લિમોને ૧૮ ટકા અનામત આપવાની ખાતરી આપી હતી, પરંતુ સરકારે મુસ્લિમોના મૂળભૂત અધિકારીઓની પૂર્તતા કરી નથી.

home

You might also like