ઇમામ બુખારી RSS એજન્ટ છે : આઝમ ખાન

લખનઉ : વિવાદિત વક્તવ્યો આપવા માટે પ્રખ્યાત ઉત્તર પ્રદેશનાં મંત્રી આઝમ ખાને ઇમામ બુખારી વિરુદ્ધ આજે એક મોરચો ખોલ્યો છે. જેનાં કારણે મુસ્લિમ સમાજમાં આંતરિક કલહ પેદા થાય તેવી શક્યતા છે. આઝમ ખાને બુખારીને RSSનાં એજન્ટ ગણાવતા વિવાદ પેદા થયો છે. ખાને કહ્યું કે જ્યારે ઇમામનાં પુત્રએ હિન્દુ યુવતિ સાથે લગ્ન કર્યા ત્યારે આરએસએસને તેમાં લવ જેહાદ કેમ ન દેખાયું.
સપાનાં વરિષ્ઠ નેતાએ શાહી ઇમામની આલોચનાં કરતા કહ્યું કે ઇમામ પ્રદેશનાં લધુમતીઓને ભાજપનાં પક્ષમાં લઇ જવા માટે ભ્રામક પ્રચાર કરી રહ્યો છે. સાથે જ તેણે જામા મસ્જિદનાં શાહી ઇમામને સલાહ આપી કે તેને યૂપીની રાજનીતિનાં બદલે ધાર્મિક કામોમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ શાહી ઇમામ બુખારીએ આજમ ખાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઇમામે કહ્યું હતું કે આમજ સપા સરકારની હોડી ડુબાડે તેવો વ્યક્તિ છે. સાથે જ ઇમામે આઝમની પત્ની અને રાજ્યસભામાં એમપી તાજીન ખાન પર પણ નિશાન સાધ્યું હતું. ઇમામ સપાનાં પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સમક્ષ આઝમને મંત્રી પદપરથી હટાવવાની માંગ પણ કરી હતી. સમાજવાદી પાર્ટીનાં ફાયર બ્રાંડ નેતા આઝમની વિરુદ્ધ ખુલ્લીને મોર્ચો ખોલી ચુકેલ દિલ્હીનાં જામા મસ્જિદનાં શાહી ઇમામે આઝમ ખાન પર ઘમંડી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાથે સાથે તે મુસ્લિમ હોવા અંગે પણ સવાલ પેદા કર્યા હતા.

You might also like