રાહુલે સપા ગઠબંધનને યુપીનાં સુવર્ણ ભવિષ્યનો અરીસો ગણાવ્યો હતો

સહરાનપુર : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે સહારનપુર રેલીમાં શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે આ દરમિયાન કોંગ્રેસ – સપા ગઠબંધનને યૂપીના ભવિષ્યનો અરીસો દર્શાવ્યો હતો. તેમણે આગળ ઉર્દુ શાયર ફિરાક ગોરખપુરીનાં શબ્દોમાં આ ગઠબંધનની વ્યાખ્યા દેખાડી હતી અને કહ્યું, ‘हम दोनो में फर्क है बस इतना, एक कहता है ख्वाब, एक कहता है सपना।’

આગળ જણાવતા તેમણે કહ્યું, ‘मैं हिंदी और उर्दू का दोआब हूं, मैं वो आईना हूं जिसमें आप हैं। અમારૂ ગઠબંધન યૂપીનાં ભવિષ્યનો અરીસો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને કહ્યુ કે, મોદીજી પહેલા સુટ પહેરતા હતા, અમે સંસદમાં સૂટ બૂટની સરકાર પર ભાષણ આપ્યું તો તેમણે સૂટ પહેરવાનું છોડી દીધું.

અમે ઇચ્છી છીએ કે બિહારમાં મોદીજીને પાછા મોકલ્યા હતા તેમ જ યુપીમાંથી પણ પાછા મોકલી દેવામાં આવે. એટલા માટે હવે તેઓ બિહારની વાત નથી કરતા. યૂપીમાં 11 ફેબ્રુઆરીથી પ્રથમ ચરણનું ચૂંટણી ચાલુ થશે. રાજ્યમાં મુખ્ય ચૂંટણી યૂપી- કોંગ્રેસ ગઠબંધન, બસપા અને ભાજપની વચ્ચે છે.

You might also like