મુલાયમ અને અખિલેશ વચ્ચે સમાધાન : પાર્ટી અને પદ યથાવત્ત રહેશે

લખનઉ : ઉતરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો આંતરિક કલહ શાંત પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે સવારે મુલાયમસિંહ યાદવને મળવા માટે મુખ્યમંત્રી અખિલેશ યાદવ તેમના ઘરે ગયા હતા. બંન્ને પિતા-પુત્રની વચ્ચે એકાંતમાં થયેલી વાતચીત સુલહ સુધી પહોંચી ગઇ છે. સુત્રોના અનુસાર સપાના અધ્યક્ષ મુલાયમસિંહ રહેશે જ્યારે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અખિલેશ યાદવ રહેશે.

અગાઉ પણ મુલાયમે જણાવ્યું હતું કે અખિલેશ પોતાનો દાવો પરત ખેંચે અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રચાર ચાલુ કરી દે. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીમાં અત્યાર સુધીમાં સુલહનાં 7 પ્રયાસો થઇ ચુક્યા છે. જેમાથી એક પણ પ્રયાસ સફલ રહ્યો નથી. સુત્રો અનુસાર અખિલેશની શરતમાં માત્ર અમરસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ જ મુખ્ય છે. સાથે શિવપાલને રાષ્ટ્રીય રાજનીતિમાં મોકલવામાં આવે.

મુલાયમને મળવા માટે મંગળવારે સવારે અખિલેશ યાદવ નિવાસ સ્થાને પહોંચ્યા હતા. ત્યાર બાદ બંન્ને વચ્ચે લગભગ ડોઢ કલાક સુધી બેઠક થઇ હતી. ત્યાર બાગ અખિલેશ જે અંદાજમાં બહાર આવ્યા તેના પરથીલાગી રહ્યું હતું કે બાપ બેટા વચ્ચેનુ ધમાસાણ શાંત પડી ચુક્યું છે. પિતા પુત્રની આ બેઠક પારિવારિક બેઠક હતી. જેમાં રામગોપાલ અને અમરસિંહ પણ અનુપસ્થિત રહ્યા હતા.

You might also like