સોયાબીન-સૂર્યમુખીનાં બી ડાયાબિટીસમાં અક્સીર ઈલાજ સમાન

નવી દિલ્હી: આમ તો ડાયાબિટીસનો ઈલાજ શક્ય નથી. એક વાર આ રોગ થયા બાદ તે અંગે દરકાર લેવામાં ન આવે તો તેને અંકુશમાં લેવાની વાત શક્ય બનતી નથી ત્યારે જે ખાદ્યચીજોમાં ઓમેગા-૬ ફેટી એસિડ વધુ માત્રામાં લેવાથી ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી શકે છે.

અમેરિકાની ટફટસ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે સોયાબીન. સૂર્યમુખીનાં બી અને ઓઈલ તેમજ અખરોટ જેવાં નટ્સમાં ઓમેગા-૬ ફેટ હોય છે, જે શરીરની અપચયાચયની ક્ષમતા સુધારે છે અને ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાની સંભાવના ઘટાડે છે. ઓમેગા-૬ એટલે કે વિજ્ઞાનની ભાષામાં લિનોલેઈક એસિડ જેમાં વધુ મળતો હોય તેવી ચીજો રક્તવાહિનીઓનું હેલ્થ સારું રાખે છે. અભ્યાસકર્તાઓએ દસ દેશના ૩૯,૭૪૦ પુખ્ત પુરુષ અને મહિલાઓ પર અભ્યાસ કરીને તારણ કાઢ્યું હતું કે જે લોકોના લોહીમાં લિનોલેઈક એસિડનું પ્રમાણ સારું એવું હોય છે તેમને ટાઈપ ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે. આ અેસિડની હાજરીથી ઈન્સ્યુ‌િલનની કામગીરી સુધરે છે અને ગ્લુકોઝનંુ એનર્જીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાનું નિયમન પણ સારી રીતે થાય છે. આમ, ડાયાબિટીસથી બચવા માટે ઘરેલુ ઉપચાર તરીકે સોયાબીન અને સૂર્યમુખીનાં બી અક્સીર ઈલાજ સમાન સાબિત થઈ શકે તેમ છે.

You might also like