સોયાબીન ઢોસા

સામગ્રી:

એક કપ સોયાબીનનો લોટ
સોજી બે ચમચી
આદુની પેસ્ટ એક ચમચી
લાલ મરચું સ્વાદાનુસાર
હળદર સ્વાદાનુસાર
મીઠું સ્વાદાનુસાર
ધાણા- અડધો કપ ઝીણાં કાપેલા
તેલ- જરૂરત અનુસાર

રીત-

સૌ પ્રથમ એક બાઉલમાં સોયાબીનનો લોટ, મીઠું, સોજી, આદુની પેસ્ટ, મરચું, હળદર, સમારેલા ધાણા નાંખીને સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ થોડુ થોડુ પાણી રેડતાં જાવ અને ઢોસા માટે જોઇએ એટલી જાડી પેસ્ટ તૈયાર કરો. તેને 10-15 મિનિટ બાજુમાં મુકી રાખો. હવે નોનસ્ટીક તવો લઇને તેને ગેસ પર ધીમા તાપે મુકો. તવો ગરમ થાય એટલે તેની પર તેલ નાંખીને ચારેય બાજુ વ્યવસ્થિત ફેલાવી લો. તૈયાર કરેલ ઢોસાના મિશ્રણને એક ચમચો નાંખીને સરખી રીતે પાતળુ ફેલાવી દો. થોડુક તેલ લઇને ઢોસાની કિનારી પર રેડો. ઢોસાને બંને બાજુ ચઢવા દો. લો તૈયાર છે આપનો ગરમ ગરમ ઢોસો.

You might also like