શિયાળામાં ઘરે બનાવો ગરમાગરમ ટેસ્ટી સોયાબીન પુલાવ

સોયાબીન પુલાવ બનાવવા માટેની સામગ્રીઃ
1 કપઃ ચોખા
1 કપઃ લીલાં સોયાબીન
અડધો કપઃ લીલા વટાણા
૨ નંગઃ ડુંગળી
તજ, લવિંગ અને તમાલપત્રઃ જરૂરીયાત મુજબ
૧૦થી૧૨ નંગઃ કાજુ
૧૦થી૧૨ નંગઃ કિશમિશ
લાલ મરચું: જરૂરીયાત મુજબ
મીઠું: સ્વાદ અનુસાર

સોયાબીન પુલાવ બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે ચોખા લઇ લો. તેને એક કલાક પહેલાં બરાબર પલાળી દો. ત્યાર બાદ વટાણા અને સોયાબીનને જુદા-જુદા કરી તેને બાફી લો. પછી ઘીમાં તમે તજ, લવિંગ અને તમાલપત્રનો વઘાર કરી લો. હવે તમે તેમાં થોડું જીરૂ મસળીને તેમાં ચોખા નાખી સહેજ તેને હલાવીને પાણી રેડીને ધીમા તાપે બરાબર ચડવા દો.

હવે તમે એક બીજું પેન લો. તેમાં તમે પહેલા ડુંગળી લો અને તેને સાંતળી લો અને થોડી વાર પછી તેમાં તમે વટાણા અને સોયાબીનને સાંતળી લો. હવે તમે ભાતમાં સાંતળેલી ડુંગળી, વટાણા અને સોયાબીનને મિક્ષ કરી સ્વાદ પ્રમાણે તેમાં લાલ મરચું અને મીઠું ઉમેરી લો. હવે તેને સર્વ કરો. જો કે તેને સર્વ કરતી વખતે તેને તળેલાં કાજુ અને કિશમિશથી બરાબર સજાવી દો.

You might also like