ઘરે બનાવો હેલ્ધી સોયા ટિક્કી

સામગ્રી

½ કપ ન્યૂટ્રીલા ચૂરા

2 બાફેલા બટાકા

1 કેપ્સીકમ મરચું (ઝીણુ સમારેલુ)

100 ગ્રામ ફણસી (ઝીણી સમારેલી)

1 ચમચી આદુ મરચાની પેસ્ટ

2 ચમચી બ્રેડ ક્રંબ્સ

1 ચમચી ચણાનો લોટ

મીઠું સ્વાદ અનુસાર

1 ચમચી લાલ મરચાનો પાવડર

1 ચમચી ચાટ મસાલો

½ ચમચી આમચૂર પાવડર

બનાવવાની રીતઃ સૌથી પહેલા સોયા ટિક્કીને પાંચ મિનિટ પાણીમાં પલાડીને રાખો. જેથી તે સોફ્ટ થઇ જાય છે. ત્યાર બાદ તેને પાણીમાંથી નિકાળી લો. હવે એક બાઉલમાં બાફેલા બટાકા, ન્યૂટ્રિલા અને બધા જ વેજીટેબલ, મસાલા અને બેસનને એડ કરીને બરોબર મિક્સ કરી લો. ત્યાર બાદ મિક્ષણમાંથી ટિક્કી બનાવો. હવે એક પ્લેટમાં બ્રેડ ક્રબ્સ એડ કરો અને તેમાં ટિક્કીઓ રગદોડો. નોન સ્ટિક પેનમાં ઓછા તેલમાં આ ટિક્કિઓને લાઇટ બ્રાઉન કલરની તળો. તૈયાર સોયા ટિક્કીને ગરમા ગરમ સો કે ચટણી સાથે સર્વ કરો.

You might also like