PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક હજારથી વધુ ઉમેદવારને પાછળ રાખતાં પીએમ મોદીને આ પુરસ્કાર મળી રહ્યો છે. ૧૯૯૦થી શરૂ થયેલું સન્માન અત્યાર સુધી ૧૩ લોકોને મળી ચૂક્યું છે. વડા પ્રધાન મોદી આ પુરસ્કાર મેળવનાર ૧૪મા સભ્ય હશે.

વડા પ્રધાન મોદીને આ સન્માન મળવું એટલું સરળ ન હતું. આ સન્માન મેળવવા માટે દુનિયાભરના એક હજારથી પણ વધુ લોકોએ દાવો કર્યો હતો. એક હજાર ઉમેદવારોમાંથી વડા પ્રધાન મોદી એવોર્ડ માટે પસંદ થયા છે. સિયોલના ૧૨ સભ્યની ટીમે વડા પ્રધાન મોદીને પસંદ કર્યા. પુરસ્કારની સાથે બે લાખ ડોલર રોકડા પણ મળશે.

૧૯૮૮માં સિયોલ ઓલિમ્પિક બાદ આ પુરસ્કાર શરૂ કરાયો હતો. ૧૯૯૦થી આ પુરસ્કાર દર બે વર્ષે આપવામાં આવે છે. સિયોલ શાંતિ પુરસ્કાર મેળવનાર ઘણા લોકો એવા હતા, જેમને બાદમાં નોબલ પુરસ્કાર પણ મળ્યો હતો.

You might also like