દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિએ આફ્રીકા જતા પહેલા ખરીદી 360 વાયેગ્રાની ગોળીઓ

સિયોલ : દક્ષિણ કોરિયાના રાષ્ટ્પતિ પાર્ક ગ્યૂન વિવાદોના કારણે સમાચારોમાં છવાયેલા રહેતા હોય છે. પછી તે ભ્રષ્ટાચારનાં મુદ્દે હોય કે પછી તેમના અંગત જીવન સાથે જોડાયેલ હોય. જો કે હાલનાં દિવસોમાં રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂનનાં કાર્યાલયની તરફથી વાયગ્રાની 360 ગોળીઓ ખરીદવામાં આવતા વિવાદ પેદા થયો છે.

વિપક્ષનાં નિશાન પર રહેલી સરકારનાં અનુસાર, આ ગોળીઓ રાષ્ટ્રપતિ પાર્ક ગ્યૂનની આફ્રીકાની મુલાકાતને ધ્યાનમાં લઇને ખરીદવામાં આવી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે ઉંચાઇથી થનારી પરેશાનીને ધ્યાનમાં રાખીને આ વાયગ્રાની ગોળીઓ ખરીદાઇ હતી. તેમ છતા પણ પાર્ક ગ્યૂને આ ગોળીઓનું સેવન નથી કર્યું.

આ મુદ્દે સૌથી પહેલા વિપક્ષે આપી. ત્યાર બાદ રાષ્ટ્રપતિ કાર્યાલયે આ વાતની પૃષ્ટી કરી કે રાષ્ટ્રપતિ કાર્યાલયે વાયેગ્રાની 360 ગોળીઓ ખરીદી હતી. વિપક્ષી નેતાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ કાર્યાલય જે વાયેગ્રાની ગોળીઓ ખરીદી હતી તે તમામ જેનરીક પ્રકારની હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાનાં ડોક્ટર ક્યારેક ઉંચાઇ પર ચડવા દરમિયાન લોકોને વાયેગ્રાના સેવનની સલાહ આપતા હોય છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે રાષ્ટ્રપતિના તમામ કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓ માટે આ દવા મંગાવી હતી. ઉલ્લેખનીય છે કે, તેની પહેલા પણ પાર્ક ગ્યૂન પર કેટલીક ગંભીર આોપ લાગી ચુક્યા છે. સાથે જ પોતાના પુરૂષ મિત્ર ચોઇ સૂન સિલની સાથે મળીને ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલા હોવાનાં આરોપનાં કારણે વિપક્ષી પાર્ટી સતત તેમને પદપરથી હટાવવાની માંગ કરી ચુકી છે.

You might also like