OMG: દક્ષિણ કોરિયા-જાપાન વચ્ચે વિવાદિત દ્વીપ પર એકલી રહે છે આ વૃદ્ધા

(એજન્સી)ટોકિયો: દ‌િક્ષણ કોરિયા અને જાપાન વચ્ચે આવેેલાે ડોકોડો દ્વીપ છેલ્લાં રપ૦ વર્ષથી ખાલી પડ્યો છે, તેનું કારણ બંને દેશો વચ્ચે દ્વીપને લઇ વિવાદ છે, જે હજુ સુધી ચાલી રહ્યો છે. લાંબા સમયથી આ દ્વીપનો વિકાસ થઇ શક્યો નથી. ૮૧ વર્ષીય કિમ સીન-યોલ છેલ્લાં ર૮ વર્ષથી અહીં રહે છે. ખાસ વાત એ છે કે આ દ્વીપ પર રહેનાર તે એકમાત્ર નાગરિક છે. તેમ છતાં પણ તે દ્વીપ છોડવા તૈયાર નથી.

ડોકોડો દ્વીપ પર દ‌િક્ષણ કોરિયા અને જાપાન પોતાનો હક જતાવે છે. દ‌િક્ષણ કોરિયા દાવો કરે છે કે આ દ્વીપ ૧૭મી સદીથી તેનું અંગ છે તો જાપાન તેને પોતાનો હિસ્સો ગણાવે છે. દ‌િક્ષણ કોરિયાની નજીક હોવા છતાં વિવાદના કારણે અહીં માત્ર પર્યટકો પહોંચી શકે છે. જ્વાળામુખીના કારણે તે વધુ દિવસ સુધી અહીં રોકાઇ શકતા નથી.

કિમ સીન-યોલ ૧૯૯૧માં પહેલી વાર પોતાના પતિ સાથે આ દ્વીપ પર આવી હતી. પ્રાકૃતિક ગેસ અને ખ‌િનજથી સમૃદ્ધ હોવા છતાં અહીં પાયાની જરૂરિયાતો નહીં હોવાથી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું.

ખરાબ મોસમ દરમિયાન ઘણી વાર દ્વીપ મહિનાઓ માટે નજીકના શહેરથી કપાઇ જતો હતો, પરંતુ ફ્રી ડાઇવિંગમાં મહારત હાંસલ હોવાના કારણે કિમને અહીં રહેવામાં કોઇ મુશ્કેલી પડી નથી. તેણે ઘણી વાર માછલીઓ ખાઇને દિવસો વીતાવ્યા છે. ગયા વર્ષે તેના પતિનું મૃત્યુ થયું, પરંતુ કિમ હવે આ દ્વીપને છોડવા ઇચ્છતી નથી.

You might also like