ચીને કૃત્રિમ દ્વીપનાં રનવે પર ઉતાર્યું ફાઇટર પ્લેન : વિશ્વ દિગમૂઢ

બેઇજિંગ : ચીને પહેલીવાર દક્ષિણ ચીન સાગરની વિમાન પટ્ટી પર પોતાનું પ્લેન લેન્ડ કર્યું હતું. ચીનનાં પગલાથી તમામ દેશો દિગમુઢ થઇ ગયા છે. ચીન આના દ્વારા દેખાડવમાં માંગે છે કે તેણે વિવાદિત વિસ્તારમાં નિર્માણ પ્રક્રિયા ઝડપી પુરી કરી દીધી છે. વિદેશી અધિકારીઓ અને વિશ્લેષકોનું કહેવું છે કે ચીની લશ્કરી ફ્લાઇટ્સ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ચીન વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં લશ્કરી તાકાત સતત વધારી રહ્યું છે. આ વિસ્તારનાં ડિફેન્સએર ઝોન પર ચીનનો દબદબો સ્પષ્ટ જોઇ શકાય છે. ચીનની સક્રિયતાથી અન્ય દાવેદારોની પરેશાની વધી રહી છે. આ દાવેદારો તે છે જે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાની પડખે ઉભા છે.
ચીની વિદેશમંત્રાલયનાં અધિકારીઓએ શનિવારે આ વાતની પૃષ્ટી કરી છે કે પરીક્ષણ માટે એક નાગરિક પ્લેનને કૃત્રિમ દ્વીપ સ્પ્રેટલી પર ઉતારવામાં આવ્યું. પહેલીવાર ચીને આ વિસ્તારમાં રન વેનો ઉપયોગ કર્યો છે. વિયતનામે પહેલીવાર ઔપચારિક રીતે આ મુદ્દે કુટનીતિક વિરોધ વ્યક્ત કર્યો છે. બીજી તરફ ફીલિપીન્સનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ચાર્લ્સ જોસે કહ્યું કે મનિલા પણ ચીનની જેમ કરવા વિચારી રહ્યું છે. બંન્ને દેશોનો દાવો છે કે ચીન આ વિસ્તારમાં અતિક્રમણ કરી રહ્યું છે.

You might also like