ભારત ૨૭૫ ચંદ્રક સાથે મોખરાના સ્થાને

ગોહાટી: રિયો ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનાર ચૈન સિંહ પુરુષોની ૫૦ મીટરની રાઈફલ-૩ પોઝિશનમાં પોતાનો ત્રીજો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીતી અહીં ૧૨મી સાઉથ એશિયન ગેમ્સમાં મુખ્ય નિશાનબાજ પુરવાર થયો હતો અને ભારત રેન્જ પર ફરી મોખરાના સ્થાને રહ્યું હતું. સ્પર્ધામાં રવિવારના કાર્યક્રમમાં ફક્ત બે સુવર્ણચંદ્રક જીતવાના રહેતા હતા અને ભારતે તે બન્ને જીત્યા હતા. રમતોત્સવના નવમા દિવસે ભારત કુલ ૨૭૫ ચંદ્રક (૧૬૦ સુવર્ણચંદ્રક, ૮૮ રજતચંદ્રક અને ૨૧ કાસ્યચંદ્રક) સાથે ચંદ્રક જીતનારાં રાષ્ટ્રની યાદીમાં ફરી મોખરાના સ્થાને રહ્યું હતું. શ્રીલંકા કુલ ૧૬૭ અને પાકિસ્તાન કુલ ૮૧ ચંદ્રક સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે હતું.

You might also like