સેગ ગેમ્સઃ ભારતનું ૩૨ વર્ષના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ગોહાટીઃ ભારતે દક્ષિણ એશિયન ગેમ્સ (સેગ)માં સતત ૧૨મી વાર પોતાની બાદશાહત સાબિત કરતા રેકોર્ડબ્રેક ૩૦૮ મેડલ જીત્યા, પરંતુ આ બધા વચ્ચે પ્રતિસ્પર્ધાનો સ્તર અગાઉના મુકાબલે ઘણો નીચે પડ્યો. રમતના ૩૨ વર્ષના ઇતિહાસમાં કોઈ દેશનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું, પરંતુ મોટા ભાગની રમતોમાં ફક્ત ભારતનો જ દબદબો રહેવાને કારણે તેના ઔચિત્ય પર સવાલ ઊઠવા લાગ્યા છે. ભારતે ૧૮૮ ગોલ્ડ, ૯૦ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ મેડલ જીત્યા. પાંચથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન રમતોમાં કુલ ૨૩૯ ગોલ્ડ મેડલ દાવ પર હતા એટલે કે ભારતે મોટા ભાગના ગોલ્ડ પોતાના નામે કરી લીધા.

શ્રીલંકા ૨૫ ગોલ્ડ, ૬૩ સિલ્વર અને ૯૮ બ્રોન્ઝ જીતીને બીજા સ્થાને રહ્યું. પાકિસ્તાન ૧૨ ગોલ્ડ, ૩૭ િસલ્વર અને ૫૭ બ્રોન્ઝ સાથે ત્રીજા સ્થાને રહ્યું. આ અગાઉ ભારતે ૧૯૯૫માં મદ્રાસમાં યોજાયેલ આ રમતોત્સવમાં કુલ ૧૪૩માંથી ૧૦૬ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારત અત્યાર સુધી સેગ રમતોમાં હંમેશાં ટોચ પર રહ્યું છે.

You might also like