આમલા-ડિ’કોકની સદીઃ દ. આફ્રિકાએ ૫-૦થી શ્રીલંકાનો સફાયો કર્યો

સેન્ચુરિયનઃ અહીં રમાયેલી વન ડે શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને ૮૮ રને હરાવીને ૫-૦થી સફાયો કરી નાખ્યો છે. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને કોઈ તક આપી નહીં અને ટી-૨૦ શ્રેણી હાર્યા બાદ વન ડે શ્રેણીમાં શ્રીલંકાનો વ્હાઇટ વોશ કરી નાખ્યો છે. અંતિમ મેચમાં ક્વિન્ટન ડિ’કોક (૧૦૯) અને મેન ઓફ ધ મેચ જાહેર થયેલા હાશિમ આમલા (૧૫૪)ની સદીની મદદથી દ. આફ્રિકાએ ટોસ હાર્યા બાદ ૩૮૪ રનનો વિશાળ જુમલો ખડક્યો હતો. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ તરફથી છઠ્ઠા ક્રમે બેટિંગમાં ઊતરેલા ગુણારત્નેએ એકલા હાથે સંઘર્ષ કરીને અણનમ સદી (૧૧૪) ફટકારી હતી, પરંતુ તે શ્રીલંકાની જીત માટે પૂરતી સાબિત થઈ નહોતી અને શ્રીલંકા નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૯૬ રન જ બનાવી શકતા તેઓનો ૮૮ રને પરાજય થયો હતો.

આ સાથે દ. આફ્રિકાએ વન ડેમાં સૌથી વધુ વાર ૩૫૦ રન બનાવવાનો ભારતનો એક શાનદાર રેકોર્ડ તોડી નાખ્યો હતો. દ. આફ્રિકાએ ૨૪મી વાર ૩૫૦થી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારત ૨૩ વાર ૩૫૦થી વધુ રન બનાવી ચૂક્યું હતું.
દક્ષિણ આફ્રિકાઃ
ડિ’કોક કો. વીરાકોડી બો. લકમલ ૧૦૯
આમલા કો. મેન્ડિસ બો. મદુશંકા ૧૫૪
ફાફ કો. લકમલ બો. મદુશંકા ૪૧
ડિવિલિયર્સ કો. કુમારા બો. વેન્ડર્સે ૧૪
ડુમિનિ કો. દિકવીલા બો. લકમલ ૧૦
બેહાર્ડિન કો. ગુણારત્ને બો. લકમલ ૩૨
મોરિસ અણનમ ૦૩
પર્નેલ અણનમ ૦૧
વધારાના ૨૦
કુલ (૫૦ ઓવરમાં છ વિકેટે) ૩૮૪
શ્રીલંકાઃ
દિકવેલા કો. ડિવિલિયર્સ બો. પર્નેલ ૩૯
થારંગા કો. રબાડા બો. મોરિસ ૦૭
મેન્ડિસ કો. ડિવિલિયર્સ બો. મોરિસ ૦૧
વીરાકોડી કો. રબાડા બો. પર્નેલ ૧૦
ડી’સિલ્વા બો. તાહિર ૧૧
ગુણારત્ને અણનમ ૧૧૪
પથિરાના કો. ડિવિલિયર્સ બો. મોરિસ ૫૬
મદુશંકા રનઆઉટ ૦૭
વેન્ડર્સે બો. મોરિસ ૦૭
લકમલ અણનમ ૨૦
વધારાના ૨૪
કુલ (૫૦ ઓવરમાં આઠ વિકેટે) ૨૯૬
http://sambhaavnews.com/

You might also like