ડી’કોક-બાવુમાની શાનદાર બેટિંગે દક્ષિણ આફ્રિકાને કિવીઝ સામે સરસાઈ અપાવી

વેલિંગ્ટનઃ પ્રવાસી દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ડીકોક (૯૧ રન) અને બાવુમા (૮૯ રન)ની શાનદાર ઇનિંગ્સને કારણે દ. આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ સામે સરસાઈ હાંસલ કરી લીધી છે. ગઈ કાલે સસ્તામાં બે વિકેટ ગુમાવ્યા બાદ આજે બીજા દિવસે પણ ન્યૂઝીલેન્ડના બોલર્સે જોરદાર આક્રમણ કરીને એક સમયે ફક્ત ૯૪ રનના કુલ સ્કોર પર દક્ષિણ આફ્રિકાના છ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરી દીધા હતા, પરંતુ ત્યાર સાતમી વિકેટ માટે ડીકોક અને બાવુમાની જોડી જામી હતી અને આ જોડીએ ૧૬૦ રનની ભાગીદારી નોંધાવીને દક્ષિણ આફ્રિકાનો સ્કોર ૨૫૪ સુધી પહોંચાડી દઈને પોતાની ટીમને મહત્ત્વપૂર્ણ સરસાઈ અપાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દક્ષિણ આફ્રિકાનો સ્કોર આઠ વિકેટે ૨૯૬ રન છે. ફિલાન્ડર ૨૦ રને અને મહારાજ શૂન્ય રને બેટિંગ કરી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડઃ પ્રથમ દાવઃ ૨૬૮ રન
કૂક કો. નિશામ બો. સાઉથી ૦૩
એલ્ગર કો. નિશામ બો. ગ્રાન્ડહોમ ૦૯
રબાડા બો. સાઉથી ૦૯
આમલા કો. નિકોલ્સ બો. ગ્રાન્ડહોમ ૨૧
ડુમિની કો. નિકોલ્સ બો. વેગનર ૧૬
ડુ પ્લેસિસ કો. વોટલિંગ બો. ગ્રાન્ડહોમ ૨૨
બાવુમા કો. નિશામ બો. વેગનર ૮૯
ડીકોક કો. વોટલિંગ બો. નિશામ ૯૧
ફિલાન્ડર અણનમ ૨૦
મહારાજ અણનમ ૦૦
કુલ (આઠ વિકેટે) ૨૯૭
http://sambhaavnews.com/

You might also like