બીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા સામે ન્યૂઝીલેન્ડનો વાવટો ૨૬૮ રનમાં સમેટાયો

વેલિંગ્ટનઃ પ્રવાસી દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં શરૂ થયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના બોલર્સની સુંદર બોલિંગ સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો વામણા પુરવાર થયા હતા, પરંતુ પાંચમા ક્રમે બેટિંગ કરવા આવેલા હેનરી નિકોલસે ડુમિનીની બોલિંગમાં આઉટ થતાં પહેલાં ૧૬૧ બોલમાં ૧૫ ચોગ્ગા સાથે શાનદાર ૧૧૮ રન ફટકારી ન્યૂઝીલેન્ડની ટીમનો રકાસ ખાળ્યો હતો. જોકે દક્ષિણ આફ્રિકાના પાર્ટટાઇમ સ્પિનર ડુમિનીના બોલિંગ તરખાટ (૪૭ રનમાં ચાર વિકેટ) સામે ન્યૂઝીલેન્ડનો દાવ ૨૬૮ રનમાં સમેટાઈ ગયો હતો.

દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ટીમને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી જીત રાવલ અને ટોમ લાથમે ઇનિંગ્સની શરૂઆત કરી હતી, પરંતુ કુલ ૧૦૧ રનના સ્કોર પર જ ન્યૂઝીલેન્ડની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી હતી, જોકે ત્યારબાદ હેનરી નિકોલસે એક છેડો સંભાળીને શાનદાર બેટિંગ કરી હતી ને સદી ફટકારી હતી. નિકોલસ ઉપરાંત જીત રાવલે ૩૬ રન અને વોટલિંગે ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. અન્ય કોઈ કિવી બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના બોલર્સ સામે ટકી શક્યો નહોતો.
ન્યૂઝીલેન્ડઃ
જીત રાવલ કો. આમલા બો. મહારાજ ૩૬
લાથમ કો. એલ્ગર બો. મોર્કલ ૦૮
વિલિયમ્સન એલબી બો. રબાડા ૦૨
બ્રૂમ કો. ડી’કોક બો. રબાડા ૦૦
નિકોલસ બો. ડુમિની ૧૧૮
નીશામ સ્ટં. ડી’કોક બો. મહારાજ ૧૫
વોટલિંગ કો. ડી’કોક બો. ડુમિનિ ૩૪
ગ્રાન્ડહોમ કો. આમલા બો. ડુમિની ૦૪
સાઉથી કો. ફિલાન્ડર બો. મોર્કલ ૨૭
જીતન પટેલ અણનમ ૧૭
વેગનર એલબી બો. ડુમિનિ ૦૨
કુલ (ઓલઆઉટ) ૨૬૮
http://sambhaavnews.com/

You might also like