દ. આફ્રિકા સામે અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના છ વિકેટે ૨૬૦ રન

માન્ચેસ્ટર: અહીંના ઓલ્ડટ્રેફોર્ડ મેદાન પર ચાર ટેસ્ટની શ્રેણીમાં ૨-૧થી આગળ રહેલા યજમાન ઇંગ્લૅન્ડે ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ટૉસ જીતીને બૅટિંગ લીધા પછી તે થોડી મુશ્કેલી અનુભવી રહ્યું હતું. ગઈ કાલની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર છ વિકેટે ૨૬૦ રન હતો. જોની બેરિસ્ટો ૩૩ રને અને રોનાલ્ડ જોન્સ શૂન્ય રને બેટિંગ કરી રહ્યા હતા.

ઈંગ્લેન્ડ તરફથી ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકે ધૈર્યપૂર્ણ રમતનું પ્રદર્શન કરીને ૧૦૩ બોલમાં ૪૬ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન જોએ રૂટે પણ છ ચોગ્ગા સાથે બાવન રન બનાવ્યા હતા, પરંતુ તે મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ઈંગ્લેન્ડનો આધારસ્તંભ બની ગયેલો બેન સ્ટોક ફરી એક વાર ગઈ કાલે ઈંગ્લેન્ડની મદદે આવ્યો હતો અને તેણે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને સ્થિરતા આપી ૯૬ બોલમાં આઠ ચોગ્ગા સાથે ૫૮ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર છ વિકેટે ૨૬૦ રન હતો. જોની બેરિસ્ટો ૩૩ રને અને રોનાલ્ડ જોન્સ શૂન્ય રને બેટિંગ કરી રહ્યા હતા.

You might also like