દ. આફ્રિકાને ત્રીજો ઝટકોઃ ઈજાગ્રસ્ત ડી’કોક પણ શ્રેણીમાંથી બહાર થયો

કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિ અને બેટ્સમેન એ. બી. ડિવિલયર્સ વન ડે શ્રેણીમાંથી ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ હવે વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી’કોક પણ ઈજાગ્રસ્ત થઈને વન ડે શ્રેણીની બાકીની મેચ અને ટી-૨૦ શ્રેણીમાંથી બહાર થઈ જતાં દક્ષિણ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો છે.

દક્ષિણ આફ્રિકાની ટીમના મેનેજર મહંમદ મુસાજીએ જણાવ્યું કે ગત રવિવારે રમાયેલી મેચમાં બેટિંગ કરતી વખતે ડી’કોકના ડાબા હાથના કાંડામાં ઈજા થઈ હતી. તેને સાજા થતાં ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગશે. તેના સ્થાને દ. આફ્રિકાએ ટીમમાં વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેનને સ્થાન આપ્યું છે. આવતી કાલે રમાનારી ત્રીજી વન ડેમાં હેનરિક વન ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરશે.

You might also like