IND vs AFRICA: ટેસ્ટમાં ભારતની વાપસી, આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન પરત

ત્રણ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. હાલમાં આફ્રિકાએ મક્કમ શરૂઆત કરી હતી. આફ્રિકાની ટીમ અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી છે. હાલમાં આફ્રિકા 6 વિકેટના નુકસાન પર 256 રન બનાવી લીધા છે. આફ્રિકા તરફથી સૌથી વધુ માર્ખમે 94 રન બનાવ્યાં છે,તેમજ અમલાએ 82 રનનું યોગદાન આપ્યું છે. ભારત તરફથી આર. અશ્વિને 3 વિકેટ ઝડપી છે. બે ખેલાડી રનઆઉટ થયા છે.

ભારત-આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જ્યારે ભારત પ્રથમ બોલિંગ કરશે. ભારતીની અંતિમ ઇલેવનમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યાં છે.

ભારતે વિકેટ કીપર સાહાની જગ્યાએ પાર્થિવ પટેલ, શિખર ધવનની જગ્યાએ કે એલ રાહુલ અને ભુવનેશ્વરકુમારની જગ્યાએ ઇશાંત શર્માનો સમાવેશ કર્યો છે. સેન્ચુરિયન વિકેટની વાત કરીએ તો મેદાન પર ઘાસ જોવા મળી રહ્યું છે જેને લઇને રીપોર્ટ મુજબ ત્રીજા અને ચોથા દિવસે પીચ ટર્ન લેશે.

You might also like