Categories: Sports

નવા અધ્યક્ષની દોડમાં સૌરવ ગાંગુલી ફેવરિટ

નવી દિલ્હીઃ અનુરાગ ઠાકરની હકાલપટ્ટી બાદ ભારતીય ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ કોણ બનશે એની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ૧૫ જાન્યુઆરીથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે અને ટી-૨૦ શ્રેણી શરૂ થઈ રહી છે. આ સ્થિતિમાં ઝડપથી બોર્ડના નવા અધ્યક્ષ પસંદ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે નવા પદાધિકારીની શોધ માટે ફલી નરીમાન અને વકીલ ગોપાલ સુબ્રમણ્યમની નિમણૂક કરી છે, જેઓ બે સપ્તાહમાં આ કામગીરી પૂરી કરશે. અત્યારે સૌરવ ગાંગુલી આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ ટી. સી. મેથ્યુ અને ગૌતમ રોય પણ આ દોડમાં સામેલ છે. સાઉથ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ ગંગરાજુ, સેન્ટ્રલ ઝોનના સી. કે. ખન્ના અને નોર્થ ઝોનના એમ. એલ. નેહરુ નવા નિયમો મુજબ અધ્યક્ષ બની શકે છે. ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી અત્યારે બંગાળ ક્રિકેટ એસોસિયેશનનો અધ્યક્ષ છે. ગાંગુલીને માત્ર સમર્થકો જ નહીં, ક્રિકેટ નિષ્ણાતોનો પણ ટેકો મળી રહેશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

19 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

19 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

20 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

20 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

20 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

20 hours ago