હવે ડોક્ટર નહીં પરંતુ કપડાં જણાવશે કઇ બીમારી છે તમને!

વિચારો તમે બીમાર પડો તો ડોક્ટરની જરૂર ના પડે અને ઘરમાં જ ખબર પડી જાય તો? અથવા તમારા કપડાં તમારી બીમારી માટે જણાવે તો? આ વાંચીને તમને અજીબ લાગશે પરંતુ આ સાચું છે. જી હાં, હવે એવા જ કપડાં આવવાના છે જે તમારી બીમારી માટે ડોક્ટર પાસે જતાં પહેલા જ કહી દેશે. એટલે કે હવે તમારે તમારી બીમારી માટે ડેક્ટર પાસે જવાની જરૂર નથી.

આઇલેન્ડની એક યૂનિવર્સિટીએ એવા સ્માર્ટ કપડાં બનાવ્યા છે, જેનાથી તમારી બીમારી પણ ઓળખી શકાશે તેમજ એના સંબંધિત આંકડાને દૂર બેસીને તમને ડોક્ટરના ક્લીનીક સુધી પણ લઇ જશે, ત્યારબાદ ડોક્ટર્સ આંકડાને ધ્યાનમાં રાખીને તમને સાચી સલાહ આપી શકશે.

એક વૈજ્ઞાનિકે આ વાત પર કહ્યું કે સેન્સર્સ, ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર યુક્ત સ્માર્ટ કપડાંના વિકાસ પર કેન્દ્રિત છે, જે દર્દીઓને સ્વાસ્થ્ય સંબંધી આંકડાને એકત્રિત કરી શકે અને તેને દવાખાન સુધી મોકલી શકે. તેમનું એક દળ સ્માર્ટ હાથ મોજા પર કામ કરી રહ્યું છે, જેમની આંગળીઓ અને અંગુઠા સેન્સર યુક્ત છે, જે પારકિન્સિસ બીમારીના લક્ષણ અને કઠોરતાની તપાસ કરી શકે છે.

ગુજરાતના રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી મનકોદિયાએ કહ્યું, ”પારકિન્સન્સ બીમારીથી પીડીત લોકોને હરવા ફરવા માટે સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડે છે, એટલે સુધી તેઓ ખૂબ લાંબુ ચાલી પણ શકતાં નથી.”

You might also like