LPG સબસિડી મેળવવા હવે IT રિટર્નની કોપી જમા કરાવવી પડશે

નવી દિલ્હી: હવે લોકોને ટૂંક સમયમાં રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવવા પોતાના એલપીજી ડીલરને ઇન્કમટેકસ રિટર્નની કોપી જમા કરાવવી પડશે. કેન્દ્ર સરકારની ગિવ ઇટ અપ યોજના ખૂબ સફળ નહીં થવાના કારણે પેટ્રોલિયમ મંત્રાલયે સીબીડીટી દ્વારા મંત્રાલયને ઇન્કમટેકસ એકટ હેઠળ આઇટીઆરના રિસિવર બનાવ્યા છે કે જેથી જેમની વાર્ષિક આવક રૂ.૧૦ લાખથી વધુુ હોય તેમને સબસિડી આપવામાં ન આવે.

પેટ્રોલિયમ મંત્રાલયે ગત સપ્તાહે સીબીડીટીને લખ્યું હતું કે એલપીજી ગ્રાહકોની ટેકસેબલ ઇન્કમની જાણકારી રાંધણ ગેસ પર સબસિડીનો અમલ કરવાને લઇને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેના દ્વારા ઉચ્ચ આવક ધરાવતા ગ્રાહકોને સબસિડીનો લાભ બંધ કરી દેવામાં આવશે.

આ પત્રમાં એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે મંત્રાલયને ઇન્કમટેકસ એકટની કલમ ૧૩૮ હેઠળ અધિસૂચિત કરવામાં આવે કે જેનાથી પ્રજાના હિતમાં રાંધણ ગેસ ગ્રાહકોની ટેકસેબલ આવક અંગે સંબંધિત જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકાય.

You might also like