બદલાઇ શકે છે પ્રધાનમંત્રીના ઘરનું સરનામું, 7 RCRની જગ્યાએ હશે 7 એકાત્મ માર્ગ

નવી દિલ્હી: પ્રધાનમંત્રીના સરકારી ઘરનું એડ્રેસ બદલાઇ શકે છે. સેવન આરસીઆરની જગ્યાએ સેવન એકાત્મક માર્ગ હોવાનો પ્રસ્તાવ આવી ગયો છે. 22 સપ્ટેમ્બર ગુરુવારે આ પર નિર્ણય આવવાની વાત કરવામાં આવી રહી છે.

મળતી જાણકારી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં રહે છે તે ઘર સેવન રેસકોર્સ રોડને છોડીને બીજે ક્યાંય જવાના નથી. એની જગ્યાએ તેમના ઘર તરફ જતા રસ્તાનું નામ બદલીને એકત્મ માર્ગ કરવાનું નામનો પ્રસ્તાવ છે. ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ આ રસ્તાના નામને બદલવાને લઇને પગલું ભર્યુ છે.

દેશની રાજધાનીમાં ઘણી હાઇ પ્રોફાઇલ રસ્તાના નામ બદલવાની કવાયત હાથ ધરવાની ચાલુ રાખતા મીનાક્ષી લેખીએ રેસકોર્સ રોડનું નામ બદલીને એકાત્મ માર્ગ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે 9 સપ્ટેમ્બર, 2016ના રોજ આ પ્રસ્તાવ મોકલ્યો છે અને એનડીએમસી આ પર 22 સપ્ટેમ્બરે બેઠક કરવાના છે.

લેખીએ સરકારને પ્રસ્તાવ મૂક્યો છે કે રેસકોર્સ રોડનું નામ બદલીને એકાત્મ માર્ગ કરી દેવું જોઇએ. કારણ કે દેશ મહાન વિચારક અને શિક્ષાવિદ પંડિત દીનદયાળ ઉપાધ્યયની જન્મશતાબ્દી ઉજવી રહ્યો છે.આવા પ્રસંગે રાજધાની નવી દિલ્હીમાં રેસકોર્સ રોડનું નામ પંડિત દીનદયાળના એકાત્મક માનવવાદના દર્શ અને સિદ્ધાંતને નવી પેઢીઓ સુધી પહોંચાવવા માટે આના કરતાં સારો સમય કોઇ નથી.

લેખીએ સરકારને મોકલેલી દરખાસ્તમાં કનોટ પ્લેસનું નામ રાજીવ ચોક અને કનોટ સર્કસનું નામ બદલીને ઇંદિરા ચોક રાખવાનો ઉલ્લેખ કર્યો છે. એમને એવી પણ દલીલ કરી છે કે દેશવા પ્રધાનમંત્રીના સરકારી ઘર પણ આ જ રોડ પર છે. આ રેસકોર્સ નામ દેશની સંસ્કૃતિ સાથે મેચ પણ થતો નથી. તેમણે લખ્યું છે કે એકાત્મ માર્ગ નામ હોવા પર દેશના ભાવિ પ્રધાનમંત્રીઓને પણ એ નામ યાદ અપાવતાં રહેશે કે સરકારને છેલ્લા માણસ સુધી કામ કરવાનું છે.

You might also like