સાવધાન! હવેથી ચેક બાઉન્સ થશે તો થશે કડક સજા

નોટબંધી બાદ વધારેમાં વધારે કેશલેસ ટ્રાન્ઝેક્શનો ને પ્રોત્સાહન આફવા માટે કેન્દ્ક સરકાર જલ્દીથી જ ચેક બાઇન્સ થવાની બાબતના કાયદામાં ફેરફાર કરીને સજા અને વધારે કડક સજા કરી શકે છે. આ નિર્ણય વેપારીઓના એસોસિએશન દ્વારા સરકારને આપવામાં આવ્યો છે. આ એસોસિએશન બજેટ તૈયાર કરવામાં આવતાં પહેલા નાણાંમંત્રાલયના મોટા અધિકારીઓ સાથે મુલાકાત કરી રહી છે.

મોટાભાગે ચેક બાઉન્સ થવાના ડરના કારણે વેપારી પોતાના ગ્રાહકો સાથે ચેક લેવામાં ડરતાં હોય છે. એટલા માટે વેપારીઓનું સૂચન છે કે ચેક બાઉન્સની બાબતથી બચવા એના સંબંધિત કાયદામાં વદારે કડક સજાનો સમાવેશ કરવામાં આવે. ભાજપનું ટ્રેડિશનલ વોટર માનવામાં આવતો વેપારી વર્ગ પીએમ મોદીની નોટબંધીની ઘોષણા કર્યા બાદ ખરાબ રીતે અસર પામી છે. હવે 50 દિવસ પૂરા થનાર છે અને રોકડની ખામી હજુ વર્તાય છે, વેપારી વધારેમાં વધારે કેશનો સ્વીકાર કરવાના પક્ષમાં છે. પરંતુ એના પહેલા વેપારી વર્ગ સરકાર તરફથી આશ્વસ્ત થઇ જવા માંગે છે.

સૂત્ર દ્વારા મળતી જાણકારી અનુસાર ટ્રેડર એસોસિએશનએ નાણાંમંત્રાલયને સૂચન આપ્યું છે કે ચેકના બાઉન્સ થવાની બાબતે સજા તરીકે એને ઇશ્યૂ કરનાર વ્યક્તિને એક મહિનાની અંદર એને જેલ મોકલવામાં આવે. જો કે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે સરકાર આ સૂચન પર વિચાર કરી રહી છે કે નહીં. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ચેક બાઉન્સની બાબતે આપવામાં આવતી સજાને કડક કરી શકે છે. એના માટે સંસદમાં બજેટ સત્રમાં એર બિલ પણ રજૂ કરવામાં આવે શકે છે.

You might also like