ટૂંક સમયમાં મેલેરિયાની વેક્સિન શોધાઈ જશે

મચ્છરને કારણે ફેલાતો રોગચાળો મેલેરિયાને નાથવા દુનિયાભરના વૈજ્ઞાનિકોએ કમર કસી છે. ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ દાવો કર્યો છે કે મેલેરિયાની વેક્સિન વિકસાવવામાં તેઓ હવે થોડેગણે અંશે સફળ થયા છે. સંશોધકોનું કહેવું છે કે મેલેરિયાના વિશાણુનો લોહીમાના લાલ કણોમાં પ્રવેશતા અટકી જાય એવી ચાવી તેમને હાથ લાગી છે. અા કારણે લાલકણોમાંથી ખાસ પ્રકારનો પ્રોટીન કાઢી નાખવામાં અાવે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે વિશ્વમાં ૨૦૦ મિલિયન લોકોને મેલેરિયાનો ચેપ લાગે છે.

You might also like