ભારતમાં BMWની સૌથી સસ્તી બાઇક જલદી જ લોન્ચ થશે, જાણો વધુ

બાઇક્સના દિવાના લોકો માટે ખુશખબર. બીએમડબલ્યુ એક ખૂબ જ સસ્તી બાઇક લોન્ચ કરવા જઈ રહ્યા છે. રોયલ એન્ડફિલ્ડ રેન્જની આ બાઇક 2017ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ બાઇકની કિંમત 2 લાખ રૂપિયા હોઈ શકે છે. જુઓ આ બાઇક તસવીરમાં કેવી લાગે છે.

આ બાઇક કેટીએમ ડ્યૂક અને પલ્સર 400 જેવી બીજી કેટલીક બાઇકની સરખામણી કરશે. બીએમડબલ્યુનું આ G301R મોડલ 313સીસીના એન્જિન સાથે બજારમાં આવશે. લગ્ઝરી કાર અને બાઇક્સ જેવી મશહૂર બીએમડબલ્યુ ઇન્ડિયન માર્કેટના હિસાબે આ માત્ર 2 લાખ રૂપિયામાં લાન્ચ કરવા જઈ રહી છે.

bmw4 phpThumb_generated_thumbnai phpThumb_generated_thumbnai phpThumb_generated_thumbnail (1)
સીટીમાં આ બાઇકની માઇલેજ 30 કિલોમીટર પ્રતિ લીટર અને હાઇવે પર આ બાઇક 35ની માઇલેડ આપી શકે છે. ટોપ સ્પીડની બાબતમાં આ બાઇક 170 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. કંપનીએ આ બાઇકમાં 2 ચેનલ એબીએસ સિસ્ટમ આપી છે.

You might also like