સ્વામીને ભારે પડી શકે છે જેટલી પરનો હૂમલો : થઇ શકે છે કાર્યવાહી

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલી ઇચ્છે છે કે હાઇકમાન્ડ સ્વામીની વિરુદ્ધ ઝડપી કોઇ પગલા ઉઠાવે. સોમવારે ચીનથી પરત ફરેલા નાણા મંત્રીએ આ અંગે હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી હતી. જેટલી સ્વામી વિરુદ્ધ એવા પગલા ઇચ્છે છે કે જેનાં કારણે સ્વામી તેની વિરુદ્ધ બોલવાની ખો ભુલી જાય. સ્વામીએ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને નાણા સચિવ શક્તિકાંત દાસની નિયુક્તિનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બંન્ને નામ નાણામંત્રી અરૂણ જેટલીએ જ આપ્યા હતા.

સતત સુબ્રમણ્યમ સ્વામીનાં પ્રહારો બાદ અરૂણ જેટલીને ઓછા આંકવામાં આવી રહ્યા છે. તેવામાં ભારતીય જનતા પાર્ટી હવે જેટલીનાં પ્રભાવને યથાવત્ત જાળવી રાખવા માટે સ્વામીની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. એક અંગ્રેજી સમાચાર પત્રનાં અનુસાર સોમવારે ચીનથી પરત ફર્યા બાદ નાણામંત્રી અરૂણ જેટલી આ મુદ્દે પોતાની પાર્ટી કાર્યકર્તાઓ સાથે સ્પષ્ટ રીતે વાત કરસે. સ્વામીએ ટ્વિટર વોર કરીને એક સમયે તો બળવાનો ડર પેદા કરી દીધો હતો.

ગત્ત ગુરૂવારે દાસ અંગેનાં ટ્વિટ બાદ જેટલીએ પણ પોતાનાં એકાઉન્ડમાંથી વાત કરી હતી. જેટલીએ કહ્યું કે નાણામંત્રાલયે એખ પ્રતિષ્ઠિત સિવિલ કર્મચારીની વિરુદ્ધ આ પ્રકારની ટીપ્પણી ખોટો છે. ત્યાર બાદ પણ સ્વામીએ મીડિયામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જેટલીજી શું બોલ્યા શું નહી તેની સાથે મારે કોઇ લેવાદેવા નથી ? તેમણે કહ્યું કે મને જ્યારે કોઇ સમસ્યા હશે તો હું સીધો વડાપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરીશ.

You might also like