25 જુલાઇના રોજ ભારતમાં લોન્ચ થશે 16MP સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: સોનીએ તાજેતરમાં જ ભારતમાં બે સ્માર્ટફોન Xperia X અને Xperia XA લોન્ચ કર્યા છે. હવે કંપની આગામી અઠવાડિયે આ નવા X સીરીઝ હેઠળ એક નવા સ્માર્ટફોન Xperia XA Ultra લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ટ્વિટર પર તેનું ટીઝર પોસ્ટ કર્યું છે.

આ સ્માર્ટફોનની ખાસિયત તેમાં આપવામાં આવેલી સેલ્ફી કેમેરો હશે. ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇજેશન (OIS)ની સાથે જ્યારે ફ્રંટ કેમેરો 16 મેગાપિક્સલનો હશે તો સ્પષ્ટ થશે કે સેલ્ફી જોરદાર આવશે.

સેલ્ફી કેમેરા ઉપરાંત તેના બીજા સ્પેસિફિકેશન્સ પણ દમદાર છે. 6 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર MediaTek Helio પ્રોસેસર અને 3GB રેમની સાથે 16GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 200GB સુધી કરવામાં આવશે.

ફોટોગ્રાફી માટે તેમાં 21.5 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સારી ક્વોલિટી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે હાઇબ્રિડ ઓટોફોક્સ, એચડીઆર મોડ, ઓટો સીન રિકોગ્નિશન આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરામાં વાઇડ એંગલ લેંસ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇદેશન આપવામાં આવ્યો છે જેનાથી ઘણા લોકો એક સથે સેલ્ફી લઇ શકે છે.

તેમાં ક્વિક ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે 2,700 mAhની બેટરી આપવમાં આવી છે. કંપનીનો દાવો છે કે તેને ફક્ત 10 મિનિટ ચાર્જ કરીને 5.5 કલાકો સુધી ચલાવી શકાય છે. કનેક્ટિવિટી માટે તેમાં 4જી સહિત એનએફસી અને બ્લૂટૂથ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like