કપિલ શર્માના કોમેડી શોને રિપ્લેસ કરશે સુનીલ ગ્રોવરનો નવો શો?

મુંબઈ: સુનીલ ગ્રોવર સાથેની લડાઈ બાદ લાગે છે કે કપિલ શર્માનો સમય બિલકુલ સારો ચાલતો નથી. સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકરનું ધ કપિલ શર્મા શોમાંથી બ્રેકઅાઉટ થયા બાદ શોની ટીઅારપી ખૂબ જ ઘટી ગઈ છે અને હવે એવા સમાચાર અાવી રહ્યા છે કે શોની એન્ટરટેઈન્મેન્ટ ચેનલ ધ કપિલ શર્મા શો બંધ કરવા જઈ રહી છે.

કપિલની જગ્યાઅે એક નવો શો શરૂ થશે. જેમાં સુનીલ ગ્રોવર મેઈન લીડ હશે. એક સૂત્રઅે જણાવ્યું કે ચેનલવાળા સુનીલ ગ્રોવર સાથે કપિલની મારામારીની ઘટનાથી ખૂબ નિરાશ છે. તેમણે જેટલું વિચાર્યું હતું તેનાથી વધુ શોનું રેટિંગ ઘટી ગયું છે. જો અામ જ ચાલતું રહ્યું તો તેઅો કપિલને બિલકુલ સાઈન નહીં કરે. બની શકે છે કે સમગ્ર શો બંધ કરવો પડે.
ચેનલ સુનીલ ગ્રોવર પર ફોકસ કરવા ઇચ્છે છે અને તેની સાથે એક નવો શો બનાવવા ઇચ્છે છે. લડાઈ બાદ કલર્સ ચેનલે સુનીલનો નવા શો માટે અેપ્રોચ કર્યો પરંતુ સુનીલે હજુ સુધી કંઈ પણ સાઈન કર્યું નથી.

સુનીલના ડોક્ટર મશહુર ગુલાટી અને રીન્કુ ભાભીનાં કેરેક્ટર પર પણ સોનીનો કોપી રાઈટ છે. ચેનલને સુનીલના લાઈવ શોમાંથી પણ પૈસા મળે છે. ઉલ્લેખનીય છે કે કોમેડિયન સુનીલ પાલે પોતાના બે જિગરી દોસ્તો એટલે કે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે થયેલા ઝઘડા માટેની ચિંતાને કારણે બે દિવસ પહેલાં એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો હતો. સુનીલ ગ્રોવરને મનાવવા અને કપિલ શર્માના શોમાં પાછા અાવવાની અપીલ કરી હતી. પરંતુ લાગે છે કે સુનીલ ગ્રોવર હવે અા ઝઘડો ઉકેલવા માગવાના મૂડમાં નથી.

સુનીલ પાલે જણાવ્યું કે હજુ સુધી મારી અા અપીલ પર સુનીલે મારી સાથે કોઈ વાત કરી નથી. સુનીલ પાલનું કહેવું છે કે હું અાશા રાખું છું કે અા બંનેની અા જીત ક્યાંક બંનેની પરેશાની વધારી ન દે. મને લાગે છે કે અા બંને અા ઘટનાને કંઈક વધુ વધારી રહ્યા છે. સુનીલ શું ઇચ્છે છે કે સમજ પડતી નથી.
http://sambhaavnews.com/

You might also like