સ્માર્ટફોન માટે Sony એ લોન્ચ કર્યું 22.3MPનું કેમેરા સેન્સર

નવી દિલ્હી: જાપાનની કંપની સોનીએ 22.5 મેગાપિક્સલનું એક એવું મોબાઇલ કેમેરા સેન્સર લોન્ચ કર્યું છે, જેના માધ્યમથી સ્માર્ટફોન દ્વારા સારા ઓટોફોકસની સાથે સારો ફોટો લઇ શકાય. આ સેન્સર સાઇઝમાં પહેલા વર્જનથી છોટા હશે.

3 સેકન્ડમાં ફોકસ લોક
હાલમાં સ્લિમ સ્માર્ટફોન યૂજર્સની પસંદ છે. એવામાં સ્લિમ સ્માર્ટફોનને સારા કેમેરા ફિચર્સની સાથે રજૂ કરવો એક પડકાર છે. આ નવો Exmor RS સેન્સર CMOS સેન્સરની સાથે 22.5 મેગા પિક્સલ છે. તેને હાઇ સ્પીડ ઓટો ફોકસની સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફક્ત 3 સેકેન્ડમાં ફોકસ લોક કરી દે છે અને વીડિયો માટે તેમાં 3 એક્સિસનું ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબલાઇજેશન ફીચર્સ આપવામાં આવ્યું છે જેના લીધે ફોટોમાં સ્ટેબલાઇજેશન આવે છે.

સારી રહેશે ઇમેજ ક્વોલિટી
સેન્સર નાનું હોવાથી પિક્સલની સાઇઝ પણ પહેલાં કરતાં નાની હશે. તેના માટે સોનીએ વિશ્વાસ અપાવ્યો છે કે નાના પિક્સલ હોવા છતાં ફોટોની ક્વાલિટીમાં કોઇ ઉણપ આવશે નહી. સારો વીડિયો લેવાની ક્ષમતાના લીધે તેને ડ્રોન જેવા બીજા પ્રોડક્ટ્સમાં પણ ઉપયોગ કરી શકાશે. આ સેન્સરની મદદથી 4K રેઝોલ્યુવેશનના વીડિયો રેકોર્ડ કરી શકાશે.

કંપનીએ જણાવ્યું હતું કે 2016ના બીજા ત્રિમાસિક એટલે કે મે મહિનાથી તેની શિપિંગ શરૂ કરી દેવામાં આવશે. તમને જણાવી દઇએ કે સોની એક્સપીરિયા Z6 પણ તે સમયે લોન્ચ કરવામાં આવે તેવા સમાચાર છે.

You might also like