પ્રશ્નો કરનાર લોકોને સોનૂએ આપ્યા પુરાવા, ટ્વિટ કર્યો અઝાનનો વીડિયો

મુંબઇ: બોલીવુડ સિંગર સોનૂ નિગમ છેલ્લા કેટલાક દિવસથી એક ટ્વિટને લઇને વિવાદોમાં ઘેરાયેલો છે. સોનૂનું કહેવું હતું કે એના ઘરથી થોડાક અંતરે આવેલી મસ્જિદમાં લાગેલા લાઉડસ્પીકરના અવાજથી એની ઊંઘ ખરાબ થાય છે. આ ટ્વિટ બાદ આખા દેશમાં વિવાદ ચાલી રહ્યો છે અને એક મૌલવીએ સોનૂ વિરુદ્ધ ફતવો રજૂ કરી દીધો છે.

હવે સોનૂએ એક વધારે ટ્વિટ કરીને પોતાની વાતનો પુરાવો આપવાનો પ્રયત્ન કર્યો છે કે એના ઘર સુધી અઝાનનો અવાજ આવે છે. આવું સોનૂએ એટલા માટે પણ કર્યું હશે કારણ કે કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો હતો કે સોનૂના ઘર સુધી લાઉડસ્પીકરનો અવાજ જાય છે કે નહીં, સોનૂએ ટ્વિટ કરીને લખ્યું કે ગુડ મોર્નિંગ ઇન્ડિયા.


જણાવી દઇએ કે સોનૂ નિગમએ લખ્યું હતું કે સવારે લાઉડસ્પીકરથી આપવામાં આવતી અઝાનથી એની ઊંઘ ખરાબ થાય છે અને એ મુસ્લિમ નથી તો એ આ ધાર્મિક કટ્ટરતાને સહન કરે. આવું કરવું તો ગુંડાગીરી છે. જો કે સોનૂ નિગમએ પોતાના નિશાન પર મંદિર અને ગુરુદ્વારોમાં વાગતાં લાઉડસ્પીકરને પણ લીધા છે.

http://sambhaavnews.com/

You might also like