માફી માંગીને દેશ છોડી સોનુ નિગમ : પાદરી લાજવાના બદલે ગાજ્યા

નવી દિલ્હી : મૌલવી સૈયદ શા અતીફ અલી અલ કાદરીએ વીરવારને દાવો કર્યો કે બોલિવુડ ગાયક સોનૂ નિગમે ધર્મસ્થળો પર લાઉડસ્પીકરોનાં ઉપયોગનાં મુદ્દે પોતાની ટીપ્પણીથી સંવિધાનનો અનાદર કર્યો છે અને તેમણે દેશ છોડવા અંગે વિચારવું જોઇએ.

પશ્ચિમ બંગાળ લઘુમતી સંયુક્ત પરિષદનાં ઉપાધ્યક્ષ કાદરીએ કહ્યું કે સોનુ નિગમે દેશનાં સંવિધાનનું અપમાન કર્યું છે. તેમણે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે તેમણે અજાન અંગે જે બોલીને ઘણા ભારતીયોની ધાર્મિક ભાવનાઓને નુકસાન કર્યું છે. તેમણએ આ સ્વીકાર કરતા જલ્દી માફી માંગવી જોઇએ કે તેમણે ભુલ કરી છે. તેમણે કહ્યું કે નહી તો નિગમને 10 લાખ રૂપિયા ઇનામ લેવા માટે મારા દ્વારા નક્કી કરાયેલી અન્ય શરતો પુરી કરવી જોઇએ.

કાદરીએ કહ્યું કે સોનૂએ પોતાનાં માથુ મુંડાવી લીધું છે. જો કે તેણે હજી બે વસ્તુઓ કરવાની બાકી છે. જુતાની માળા પહેરવી અને દેશની મુલાકાત લેવી. જ્યારે આ બે કામ પુરૂ કરી લેશે હું એક પત્રકાર પરિષદ કરીશ અને તેમને ચેક સોંપી દઇશ. ગત્ત 18 એપ્રીલને કાદરીએ જાહેરાત કરી હતી કે જે કોઇ પણ ગાયક સોનૂ નિગમનું માથુ મુંડાવશે અને તેમનાં ગળામાં ફાટેલા જૂતાની માળા પહેરાવશે અને તેને દેશમાં ફેરશવે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ આપશે.

You might also like