સોનિયાએ મેડલ પાકો કર્યો

અસ્તાનાઃ એશિયન ચેમ્પિયનશિપની ભૂતપૂર્વ સિલ્વર મેડલ વિજેતા સોનિયા લાઠરે ગઈ કાલે એઆઇબીએ વુમન વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપી સેમિફાઇનલમાં પહોંચીને ભારત માટે એક મેડલ પાકો કરી લીધો છે. ચાર અન્ય ભારતીય બોક્સર્સનું અભિયાન ક્વાર્ટર ફાઇનલમાં જ સમાપ્ત થઈ ગયું હતું. સોનિયા (૫૭ કિલો)એ પોતાનાથી ચડિયાતી પોલેન્ડની અનીતા રગીલ્સકાને એકતરફી મુકાબલામાં ૩-૦થી માત આપીને ભારતનાે સફાયો અને ખાલી હાથે પરત આવવાથી બચાવી લીધું હતું. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે સોનિયાનો સામનો ઇટાલીની એલિસિયા મેસિયાનો સામે થશે, જેણે રશિયાની વિક્ટોરિયા કુલશ્હોવાને ૨-૦થી માત આપી હતી. આ ટૂર્નામેન્ટ ઓલિમ્પિક માટે અંતિમ ક્વોલિફાય ટૂર્નામેન્ટ હતી, પરંતુ એમ. સી. મેરી કોમ, સરિતાદેવી અને પૂજામાંથી કોઈ પણ મહિલા બોક્સર ક્વોટા હાંસલ કરી શકી નથી.

You might also like