વડા પ્રધાન નિવાસથી પણ મોટું છે સોનિયાનું ૧૦ જનપથ સ્થિત ઘર

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે દેશના અન્ય નેતાઅોની સરખામણીમાં સૌથી મોટું ઘર છે. એટલું જ નહીં તેમનું ઘર ૧૦ જનપથ વડા પ્રધાનના અાવાસ ૭ રેસકોર્સથી પણ મોટું છે. માત્ર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનાં નિવાસસ્થાનો સોનિયા ગાંધીના બંગલા કરતાં મોટાં છે. ખાસ વાત અે છે કે રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ ભવન અને ૭ અારસીઅાર અોફિશિયલી અાવાસ છે પરંતુ સોનિયાને ૧૦ જનપથ સ્થિત અાવાસ તેમના સાંસદ હોવાના નાતે મળ્યું છે.

સોનિયા ગાંધીનું રહેઠાણ ૧૫,૧૮૧ સ્ક્વેર મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે. જ્યારે પીએમ મોદીનું ઘર ૧૪,૧૦૧ સ્ક્વેર મીટરમાં બન્યું છે. કેન્દ્રીય લોકનિર્માણ વિભાગે અારટીઅાઈ કાર્યકર્તા દેવાસી ભટ્ટાચાર્યને અપાયેલી જાણકારીમાં અા વાત જણાવી હતી. દેશમાં તમામ અોફિશિયલ અાવાસોમાં સૌથી મોટું રાષ્ટ્રપતિ ભવન છે જે ૩૨૦ એકરમાં બન્યું છે. જે દુનિયાના રાષ્ટ્રઅધ્યક્ષોના નિવાસોમાં સૌથી મોટા નિવાસોમાંથી એક છે.

ઉપરાષ્ટ્રપતિ અાવાસ ૬ મૌલાના અાઝાદ રોડ ૨૬૩૩૩.૪૯ સ્ક્વેર મીટરના અેરિયામાં બન્યું છે. અા ઉપરાંત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ૧૨ તુગલક લેન્સ સ્થિત અાવાસ ૫,૨૨,૫૮ સ્ક્વેર મીટરમાં બન્યું છે. અા ઉપરાંત પ્રિયંકા વાડ્રાનું ૩૫ લોધી એસ્ટેટ સ્થિત અાવાસ ૨,૭૬૫.૧૮ સ્ક્વેર મીટરમાં વસેલું છે. હિમાચલ સરકારે અેમ કહેતાં પ્રિયંકા ગાંધી સાથે જોડાયેલી સંપત્તિની જાણકારી અાપવાનો ઇન્કાર કર્યો હતો કે તેને અેસપીજી સુરક્ષા મળેલી છે અને અામ કરવું પ્રોટોકોલનું ઉલ્લંઘન હશે.

You might also like