સોનિયા ગાંધીઅે પુત્રી પ્રિયંકાના વિવાદી મકાનની મુલાકાત લીધી

સિમલા: કોંગ્રેસનાં અધ્યક્ષાં સોનિયા ગાંધી ગઈ કાલે સિમલાના છરાબડામાં બનતા પ્રિયંકા વાડ્રાનાં વિવાદાસ્પદ મકાનને જોવા ગયાં હતાં. ગઈ કાલે બપોરે લગભગ 2-10 કલાકે તેઓ ત્યાં પહાેંચ્યાં હતાં. તેમના દોઢ કલાકનાં રોકાણ દરમિયાન તેમણે મકાનની બાંધકામ સાઈટ તેમજ ઘર સામે બનાવાયેલા સફરજનના બગીચાનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ હોટલમાં પરત ફર્યાં હતાં. જોકે પ્રિયંકા ત્યાર બાદ મોડે સુધી તેનાં મકાનમાં રોકાઈ રહી હતી.

છરાબડામાં 2008થી બની રહેલા પ્રિયંકા વાડ્રાના મકાનનું કામ હવે પૂરું થવાની તૈયારીમાં છે. પરંતુ આ મકાનના આગળનાં બાંધકામને મંજૂરી આપવા અંગે થયેલા વિવાદના કારણે વચ્ચે મકાનનું કામ અટકી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આ મકાન જે કંપનીઅે બનાવવાનું શરૂ કર્યું હતું તે કામ પ્રિયંકાને પસંદ નહિ પડતાં તેણે મકાનનો 40 ટકા ભાગ પડાવી નાખ્યો હતો. અને બાદમાં મકાનને ફરી બનાવડાવ્યું હતું. મીડિયા અહેવાલમાં જણાવ્યા અનુસાર પહેલા આ મકાનની ડિઝાઈન અને વધુ સિમેન્ટનો ઉપયોગ થવાના કારણે પ્રિયંકાઅે મકાનનો ભાગ તોડાવી નાખ્યો હતો. બીજી તરફ આ મકાનના બાંધકામ અંગે પ્રિયંકાને હાઈકોર્ટ તરફથી નોટિસ પણ મળી છે.આમ તેનું મકાન અનેક િવવાદમાં ઘેરાયેલું છે.

પહાડી ડિઝાઈનમાં બની રહેલું મકાન
પ્રિયંકાના મકાનની ડિઝાઈન દિલ્હીના અેક ઈન્ટિરિયર ડિઝાઈનરે તૈયાર કરી છે. ગત સાલ તે જાતે જ િદલ્હીથી ઈન્ટિરિયર ડિઝાઈનરને લઈને સિમલા આવી હતી. પ્રિયંકાનું મકાન પહાડી શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. અને આ માટે પ્રિયંકા અનેકવાર સિમલા આવી ચુકી છે. આ મકાન સિમલા નજીકના છરાબડા ગામમાં બની રહ્યું છે. તેના આ મકાન નજીક જ રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન છે. પ્રિયંકાએ 2007માં રાજ્ય સરકાર પાસેથી છરાબડા ગામની જમીન ખરીદી હતી. તેનું આ મકાન અાઠ હજાર ફૂટની ઉંચાઈઅે આવેલું છે.મકાનની ચારે કોર પાઈનનાં સુંદર વૃક્ષ આવેલાં છે. સોનિયા ગાંધી આ અગાઉ ડિસેમ્બર 2015માં પણ પ્રિયંકાના મકાનને જોવા આવ્યાં હતાં.

સોનિયાઅે સફરજનના છોડ નિહાળ્યા
પ્રિયંકાનાં મકાનને જોવા ગયેલા સોનિયા ગાંધીઅે મકાન આગળ બનાવવામાં આવેલા સફજનના બગીચાનું લગભગ અેક કલાક નિરીક્ષણ કર્યું હતુંં. બગીચાનું  નિરીક્ષણ કર્યા બાદ તેમણે સફરજનના છોડની જાળવણી કરવા બાગકામ કરતા લોકોને જણાવ્યું હતું. પ્રિયંકાના ઘરનું કામ હવે અંતિમ તબકકામાં છે ત્યારે પ્રિયંકા ઓકટોબરમાં નવરાત્રિ વખતે ગૃહ પ્રવેશ કરે તેવી સંભાવના છે.

You might also like