સોનિયા ગાંધી મેડિકલ ટેસ્ટ માટે અમેરિકામાં

નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી નિયમિત મેડિકલ ચેકઅપ માટે અમેરિકા જતા રહ્યા છે. તેમની પાર્ટીએ આજે જાહેરાત કરી હતી કે નિયમિત ચકાસણી કરવામાં આવ્યા બાદ એક સપ્તાહ પછી તેઓ ભારત પરત ફરશે. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ માહિતી આપતા કહ્યું છે કે, સોનિયા ગાંધી રુટીંગ ચેકઅપ માટે અમેરિકા ગયા છે. તે એક સપ્તાહ બાદ પરત ફરશે.
પક્ષના સુત્રોએ કહ્યું છે કે, છેલ્લા બે મહિનાથી તેમની નિયમિત ચકાસણી ચાલી રહી છે. પરંતુ હાલમાં બિહાર વિધાનસભાની ચુંટણીના કારણે તેઓ જઈ શક્યા નહતા. હવે તેઓ અમેરિકા મેડિકલ ચેકઅપ માટે ગયા છે.તેઓ પાછા કઈ તારીખે ફરશે તે સંદર્ભમાં કોઈ તારીખ આપવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય પણ કરાશે.

You might also like