સોનિયા ગાંધી ગોવામાં રિલેક્સ મૂડમાં જોવા મળ્યા, સાઈકલ પણ ચલાવી

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી હાલમાં રાજકારણથી દૂર એવા ગોવામાં રજાઓ ગાળી રહ્યા છે. ગુરુવારે સવારે સાઉથ ગોવામાં સોનિયા ગાંધી પોતાના કેટલાક સંબંધીઓ સાથે સાઈકલ ચલાવતા જોવા મળ્યા હતા.

લોકોની નજર જ્યારે સોનિયા ગાંધી પર પડી તો લોકો સેલ્ફી પડાવવા માટે ભેગા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, સોનિયા સાઉથ ગોવાની લીલા હોટલમાં રોકાયેલા છે. તેઓ જાન્યુઆરીમાં દિલ્હી પરત ફરશે.

સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે જરાપણ સમય પોતાના માટે ફાળવી શકતા ન હતા. અને હવે રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બન્યા છે, તો સોનિયા ગાંધી રજાઓ ગાળવા માટે ગોવા પહોંચી ગયા છે.

સોનિયા ગાંધીએ લીલા હોટલમાં મસાલા ઢોંસા પણ ખાધા હતા. સોનિયા ગાંધીની સાથે તેમના પુત્રી પ્રિયંકા વાડ઼્રા પણ ગોવા પહોંચ્યા છે. દિલ્હીમાં જ્યારે દિવાળી પછી પ્રદૂષણ વધી ગયું હતું, ત્યારે જ તેઓ ગોવા પહોંચી ગયા હતા.

You might also like