સોનિયા ગાંધી પોતાની ઇચ્છાનુસાર પાર્ટી ચલાવે છે : માર્ગેટ અલ્વા

નવી દિલ્હી : કોંગ્રેસનાં પુર્વ દિગ્ગજ નેતા માર્ગ્રેટ અલ્વાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી પાર્ટીમાં મનમાની રીતે નિર્ણયો લેતા હોય છે. અલ્વાએ આરોપ લગાવ્યો કે જ્યારે કેન્દ્ર મનમોહન સિંહની સરકાર હતી તો મનમોહન સિંહ મને કેબિનેટમાં સમાવવા માંગતા હતા. જોકે સોનિયા ગાંધીએ મનમોહનને તેમ કરતા અટકાવ્યા હતા. દરેક નિર્ણય સોનિયા ગાંધી પોતાની ઇચ્છાનુસાર જ લેતા હતા.
માર્ગેટ અલ્વાએ એક ખાનગી ચેલન સાથેની ચર્ચામાં કહ્યું કે કોંગ્રેસનાં નિર્ણયો લેવાનું કામ માત્ર એક ચહેરા સુધી કેન્દ્રિત થઇ ગયું હતું. આલ્વાએ સોનિયા ગાંધી ઉપરાંત કેટલાક કોંગ્રેસી નેતાઓ પર પણ ચાબખા વિંઝ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કેટલાક એવા લોકો છે જે પોતાની ઇચ્છા અનુસાર નિર્ણયો લેતા અને પક્ષનાં અન્ય લોકોને કચડવાનો પ્રયાસ કરતા હતા.

અલ્વાએ કહ્યું કે જ્યારે તેમણે વર્ષ 2008માં કર્ણાટક વિધાનસભા ચુંટણી દરમિયાન ટીકીટનાં ખરીદ વેચાણનો મુદ્દો ઉઠાવ્યો તેને પાર્ટીમાંથી બર્ખાસ્ત કરી દેવામાં આવ્યું હતું. અલ્વાએ કહ્યું કે પાર્ટીને ફરિયાદો નહી સાંભળવાનું ભારે પડ્યું અને ચુંટણીમાં હારી ગઇ. જેનાં કારણે પહેલીવાર કર્ણાટકમાં ભાજપની સરકાર બની.

માર્ગેટ અલ્વાએ પુસ્તક દ્વારા સોનિયા ગાંધી અને પુર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ વચ્ચે ચાલી રહેલા ધર્ષણની ચર્ચા કરી હતી. તે ઉપરાંત પુસ્તકમાં વીવીઆઇપી હેલિકોપ્ટર ગોટાળામાં વચેટીયા ક્રિશ્ચિયન મિશેલનાં પિતાનું ગાંધી પરિવાર સાથેનાં સંબંધો અંગે પણ ખુલાસો કર્યોછે. જો કે બે અઠવાડીયા પહેલા જ અલ્વાને કોંગ્રેસની એક પેનલમાં સમાવવામાં આવ્યા છે જે કર્ણાટક સરકાર અને પાર્ટી વચ્ચે તાલમેલને યોગ્ય બનાવવા માટે રચવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે માર્ગ્રેટ અલ્વા બે રાજ્યોની રાજ્યપાલ રહી ચુકી છે. અલ્વા 6 ઓગષ્ટ, 2009થી 14 મે, 2012 સુધી ઉતરાખંડની પહેલી મહિલા રાજ્યપાલ બન્યા અને પછી વર્ષ 2012માં તે રાજસ્થાનનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

You might also like