નીતીશની શપથવિધિમાં સોનિયા, મમતા, કેજરીવાલ મુખ્ય મહેમાન

પટણા: ભાજપને બિહારની ચૂંટણીમાં કારમો પરાજય અાપ્યા બાદ જેડીયુ, અારજેડી અને કોંગ્રેસનું મહાગઠબંધન નીતીશકુમારના શપથ ગ્રહણ સમારંભમાં શક્તિ પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યું છે. લગભગ ૨૦ નવેમ્બરના રોજ યોજાનાર શપથ સમારંભમાં મહાગઠબંધને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલને બોલાવવાનો નિર્ણય લીધો છે. મહાગઠબંધન તૃણમૂલ, સુપ્રીમો અને અાપ સંયોજક કેજરીવાલને બોલાવીને એનડીઅે વિરુદ્ધ મજબૂત ગઠબંધન અને રાજકારણના નવા અાયામ સ્થાપિત થવાના સંકેત અાપવા ઇચ્છે છે.

જેડીયુનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શપથ સમારંભમાં સામેલ થવાની વાતને સમર્થન અાપ્યું છે. જેડીયુ તરફથી નવા ચૂંટાયેલા ધારાસભ્યોઅે કહ્યું કે શપથ સમારંભમાં સામેલ થવા માટે તમિલનાડુની સીએમ જયલલિતા, અોરિસાના સીએમ નવીન પટનાયક સહિત તમામ બિન-એનડીએ મુખ્યપ્રધાનો અને રાષ્ટ્રીય પાર્ટીઅોના પ્રમુખોને અામંત્રણ અાપવામાં અાવ્યું છે.

ધારાસભ્યોઅે નીતીશ લાલુની અા જીતને નવી રાજકીય ક્રાંતિ ગણાવતા કહ્યું કે નીતીશઅે ગાંધી મેદાન પર શપથ લેશે જ્યાં જયપ્રકાશ નારાયણે ૧૯૭૪માં સંપૂર્ણ ક્રાંતિનું બ્યૂગલ ફૂંક્યું હતું. એક ધારાસભ્યઅે કહ્યું કે શપથ ગ્રહણ સમારંભના દિવસે પીએમ મોદી માટે એક સંદેશ હશે કે તેઅો વિકાસ માટે કામ કરે અને સાંપ્રદાયિક તેમજ ભાગલાવાદી રાજકારણ છોડી દે.  જેડીયુના બિહાર પ્રવક્તા અજય અાલોકે કહ્યું કે અાવનારા દિવસોમાં દેશની તમામ બિન એનડીઅે પાર્ટીઅો એક થશે. અાલોકે કહ્યું કે પીએમ મોદીના અાક્રમક પ્રચાર છતાં પણ મહાગઠબંધનની જીતે સાબિત કર્યું છે કે દેશના લોકો નફરતનું રાજકારણ સ્વીકારતા નથી.

You might also like