મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત સવાર છેઃ સોનિયા ગાંધી

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓનાં સ્ટાર પ્રચારક સતત મતદાતાઓને મનાવવા માટે લાગી ગયાં છે. આ વચ્ચે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારનાં રોજ બીજાપુરમાં રેલીને સંબોધિત કરી હતી. છેલ્લાં 2 વર્ષમાં સોનિયા ગાંધીની આ પ્રથમ ચૂંટણી રેલી છે.

તમને જણાવી દઇએ કે મંગળવારનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજાપુરમાં રેલીને સંબોધિત કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે સિદ્ધારમૈયા સરકારે ઇન્દિરા કેન્ટીન શરૂ કરી છે. જે અંતર્ગત 10 રૂપિયામાં ખાવાનું મળે છે. કેન્દ્રની મોદી સરકાર કર્ણાટકની સાથે ભેદભાવ કરી રહેલ છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે કર્ણાટકને નંબર વન બનાવેલ છે.

સોનિયાજીએ કહ્યું કે જે રાજ્યોમાં દુકાળ પડ્યો તેઓને કેન્દ્રની મોદી સરકારે કરોડો રૂપિયા આપ્યાં પરંતુ કર્ણાટકની સાથે ભેદભાવ કર્યો. તેઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની તરફથી મદદ નહીં મળવા છતાં સિદ્ધારમૈયા સરકારે ખેડૂતોનાં દેવાને માફ કર્યાં. તેઓએ કહ્યું કે કોંગ્રેસ સરકાર સતત વિકાસનાં કામ કરી રહેલ છે પરંતુ મોદી સરકારે આને ખતમ કરવાનું કામ કરેલ છે.

મોદી પર કોંગ્રેસ મુક્ત ભારતનું જુનૂન સવાર છે અને કોંગ્રેસ મુક્ત ભારતનું ભૂત તેઓ પર સવાર થઇ રહ્યું છે. તેઓ કોંગ્રેસને તો જવા દો પરંતુ તેઓ પોતાની આગળ કોઇને પણ સહન નથી કરી રહેલ. તેઓએ કહ્યું કે તેઓ એક અભિનેતાની જેમ ભાષણ આપે છે. જો તેમનાં ભાષણથી જો દેશનાં લોકોનાં પેટનું ભરણપોષણ થઇ શકે છે તો તેઓ હજી વધારે ભાષણ આપે.

સોનિયા ગાંધીએ કહ્યું કે મોદી જ્યાં જાય છે ત્યાં તેઓ ખોટું જ બોલે છે અને આપણાં મહાપુરૂષોને પોતાની રાજનૈતિક ફાયદાઓ માટે જ ઉપયોગ કરે છે. તેઓએ કહ્યું કે શું આવું પ્રધાનમંત્રીને શોભા દઇ રહ્યું છે.

આવામાં સોનિયાએ સવાલ કર્યો કે મોદી સરકારે 4 વર્ષ પહેલાં જે વાયદાઓ કર્યા હતાં તેમાનાં કયાં વાયદાઓ પૂર્ણ કર્યાં. મોદી સરકારે ખેડૂતો માટે પણ શું કર્યું. મોદીએ મહિલાઓ, બાળકો અને દલિતોની સુરક્ષાને માટે આખરે કર્યું તો શું?

આજે મોંઘવારી પણ આસમાને જઇ રહી છે ત્યારે સમાજનાં દરેક વર્ગનાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કદાચ આવું પહેલા ક્યારેય નથી થયું. પરંતુ આ દરેકની ચિંતા કર્યા વગર મોદી સરકાર સતત પેટ્રોલ, ડીઝલ અને ઘરેલૂ ગેસની કિંમત વધારી રહેલ છે.

ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનાં વાયદાનું શું થયું તેમજ 4 વર્ષ બાદ પણ લોકપાલ કેમ નથી આવ્યું. કર્ણાટકમાં જે મંચ પર આસપાસ સતત મંડરાઇ રહ્યાં છે તેનું મોડલ શું અપનાવશે કે પછી ભ્રષ્ટાચારને મિટાવવા માટે પોતાનાં સૌથી નજીકનાં સાથીનાં દીકરાનું મોડલ અપનાવશે.

You might also like